Saturday, August 13, 2022
Homeકોરોના ઈન્ડિયા : 4.91 લાખ કેસઃ 5 દિવસમાં અંદાજે 80 હજાર દર્દી...
Array

કોરોના ઈન્ડિયા : 4.91 લાખ કેસઃ 5 દિવસમાં અંદાજે 80 હજાર દર્દી વધ્યા, જેમાંથી 50 હજાર માત્ર દિલ્હી, મહારાષ્ટ્ર અને તમિલનાડુમાંથી

- Advertisement -

નવી દિલ્હી. દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 4 લાખ 91 હજાર 170 થઈ ગઈ છે. દેશમાં છેલ્લા પાંચ દિવસમાં 80 હજાર દર્દી વધ્યા હતા. જેમાંથી માત્ર દિલ્હી, મહારાષ્ટ્ર અને તમિલનાડુમાં 50701 પોઝિટિવ મળ્યા હતા. આ સંખ્યા 70% વધારે છે. મહારાષ્ટ્રમાં છેલ્લા પાંચ દિવસમાં 19536, દિલ્હીમાં 17304 અને તમિલનાડુમાં 14131 સંક્રમિત મળી આવ્યા હતા. આ આંકડા covid19india.org વેબસાઈટ પ્રમાણે છે.

ગુરુવારે એક દિવસમાં સૌથી વધુ 18 હજાર 183 સંક્રમિત વધ્યા અને 13 હજારથી વધુ સાજા થયા હતા. મહારાષ્ટ્રમાં પણ રેકોર્ડ 4841 પોઝિટિવ મળ્યા હતા. હવે અહીંયા 1.47 લાખથી વધારે દર્દી થયા છે. મહારાષ્ટ્રમાં કોરોનાથી 6931 લોકોએ જીવ ગુમાવ્યા છે, ડેથ રેટ 4.69% છે. મુંબઈમાં 117 ફાયરકર્મી સંક્રમિત થયા છે. પૂણેના પિંપરી ચિંચવાડમાં મહિનાભરમાં કોરોનાના 700% કેસ વધી ગયા છે.

સૌથી વધારે સંક્રમિત રાજ્યોમાં આ રીતે કેસ વધ્યા 

21જૂન 22જૂન 23 જૂન 24 જૂન 25 જૂન
મહારાષ્ટ્ર 3870 3721 3214 3214 4842
દિલ્હી 3000 2909 3947 3788 3390
તમિલનાડુ 2532 2710 2515 2865 3509

 

અપડેટ્સ

  •  મેરઠના ડિવીજનલ કમિશનરે જણાવ્યું કે, નોઈડા, મેરઠ, ગાઝિયાબાદ, બુલંદશહર, હાપુડ અને મુજ્જફરનગરમાં નાઈટ કર્ફ્યૂના સમયની સમીક્ષા કરવામાં આવી હતી. રાતે 8 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂ રહેશે. જે લોકો માસ્ક વગર સાર્વજનિક સ્થળો પર થૂંકતા જોવા મળશે, તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.
  • મહારાષ્ટ્રમાં 28 જૂનથી સલૂન બ્યુટિ પાર્લર ખોલવામાં આવશે
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની હાજરીમાં વીડિયો કોન્ફરન્સ દ્વારા આત્મનિર્ભર ઉત્તર પ્રદેશ રોજગાર અભિયાનનો પ્રારંભ કરશે. આ યોજના એવા મજૂરો માટે છે જે અન્ય રાજ્યોમાંથી પાછા આવ્યા છે.
  • મુંબઈ પોલીસના પ્રવક્તા પ્રણય અશોકે જણાવ્યું કે, મુંબઈ પોલીસે પોતાના સ્ટાફ અને પોલીસકર્મીઓ માટે ત્રણ કોવિડ સેન્ટર બનાવ્યા છે. આ કેન્દ્ર કલ્યાણ, મરોલ અને મરીન ડ્રાઈવમાં છે. જેમાંથી એક હજાર બેડની વ્યવસ્થા છે.
  • નેવલ એર સ્ટેશન INS પરુંદુના 30થી વધુ કર્મચારી ગુરુવારે કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા. તમિલનાડુના રામનાથપુરમમાં આવેલા આ નેવર એર સ્ટેશન પરથી દક્ષિણ-પૂર્વ બંગાળની ખાડી પર નજર રાખી શકાય છે. આ પહેલા લોનાવાલા ખાતે આવેલા INS શિવાજી બેઝના 12 ટ્રેની સેલર્સ પણ કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા.
  • હૈદરાબાદની કંપની હેટરોએ કોરોના વાઈરસની જેનેરિક દવા કોવિફોરનો 20 હજાર ડોઝનો પહેલો જથ્થો પાંચ રાજ્ય તેલંગાણા, દિલ્હી, ગુજરાત, તમિલનાડુ અને મુંબઈ મોકલી દેવાયો છે. હેટરોના જણાવ્યા પ્રમાણે, 100 મિગ્રાનો એક ડોઝ 5400 રૂપિયામાં મળશે
  • ICMRએ રેપિડ એન્ટીજન ટેસ્ટ કિટ તૈયાર કરનારા દેશના તમામ નિર્માતાઓ પાસેથી વેલિડેશન માટે અરજી મંગાવી છે. સાથે જ વિદેશ મંત્રાલયે જણાવ્યું કે, વંદે ભારત મિશન હેઠળ અત્યાર સુધી 3.6 લાખ ભારતીયોને પાછા લવાયા છે.

નિગમ કમિશનર શ્રવણ હાર્ડિકરે જણાવ્યું કે, મંગળવારે પિંપરી ચિંચવાડમાં સંક્રમિતોની સંખ્યા 2100ને પાર થઈ ગઈ હતી. જ્યારે 22 મે સુધી અહીંયા માત્ર 274 સંક્રમિત હતા. આ ટ્રેન્ડથી લાગી રહ્યું છે કે ઝડપથી 3000 દર્દી થઈ જશે. સાથે જ મહારાષ્ટ્રમાં એક સપ્તાહમાં જિમ અને સલૂન ખૂલશે, પરંતુ ધર્મ સ્થળ પર શ્રદ્ધાળુઓની સંખ્યા અંગે કોઈ નિર્ણય લેવાયો નથી.

મીનાક્ષી લેખીએ કેજરીવાલ પર નિશાન સાધ્યું

દિલ્હીમાં 3390 પોઝિટિવ કેસ વધ્યા અને 3328 દર્દી સાજા પણ થયા હતા. અહીંયા અત્યાર સુધી 73 હજાર 780 સંક્રમિત મળી ચુક્યા છે. ભાજપ સાંસદ મીનાક્ષી લેખીએ કેજરીવાલ સરકાર પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે, કોરોનાના કેસમાં રાજધાનીની સ્થિતિ મહારાષ્ટ્ર કરતા પણ ખરાબ થઈ રહી છે. કેજરીવાલ સરકારે લોકડાઉનમાં દારૂની દુકાન ખોલાવડાવી, ક્વૉરન્ટીનના નિયમોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે. આપણે ન્યૂયોર્ક સાથે સ્પર્ધા કરી રહ્યા છીએ.

પાકિસ્તાનથી 204 ભારતીયોને પરત લવાયા 

પાકિસ્તાનમાં ફસાયેલા લોકો ભારત પહોંચવા લગ્યા છે. ગુરૂવારે પહેલા તબક્કામાં 204 નાગરિકોને વાઘા બોર્ડરપરથી ભારત લાવવામા આવ્યા હતા. આ સૌ લોકોને 14 દિવસ ક્વોરેન્ટીન સેન્ટરમાં રાખવામા આવશે. વિદેશ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે પહેલા તબક્કા માટે 250 લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું પરંતુ 46 લોકો આવ્યા નથી.

રાજ્યોની સ્થિતિ 

મધ્યપ્રદેશઃ અહીંયા ગુરુવારે 147 સંક્રમિત મળ્યા અને 8 લોકોના મોત થયા હતા. ઈન્દોરમાં 46 અને ભોપાલમાં 32 પોઝિટિવ વધ્યા હતા. 29 દર્દીઓ સથે રાજભવન પરિસર હોટસ્પોટ બની ગયું છે. અહીંયા 4 દિવસમાં 15 કેસ સામે આવ્યા હતા. રાજ્યમાં સંક્રમિતોની સંખ્યા 12 હજાર 595 થઈ ગઈ, જેમાંથી 2434 એક્ટિવ કેસ છે.

મહારાષ્ટ્રઃ અહીંયા ગુરુવારે 4841 નવા દર્દી સામે આવ્યા અને 192 લોકોના મોત થયા હતા. જે 24 કલાકમાં મળેલા દર્દીઓનો સૌથી મોટો આંકડો છે. રાજ્યમાં સંક્રમિતોની સંખ્યા 1 લાખ 47 હજાર 806 થઈ ગઈ હતી, જેમાંથી 63 હજાર 342 એક્ટિવ કેસ છે. મુંબઈમાં 1365 લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

ઉત્તરપ્રદેશઃ અહીંયા ગુરુવારે 636 કોરોના દર્દી મળ્યા હતા અને 15 લોકોના મોત થયા હતા. સહારપુર જિલ્લામાં ત્રણ કોરોના દર્દી મળ્યા હતા. આ સાથે જિલ્લામાં 346 થઈ ગયા હતા.

બિહારઃ અહીંયા ગુરુવારે 215 કેસ આવ્યા અને એક દર્દીનું મોત થયું હતું. મુઝફ્ફરપુરમાં સૌથી વધારે 28 લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. રાજ્યમાં અત્યાર સુધી 8488 સંક્રમિત મળ્યા છે.

રાજસ્થાનઃ અહીંયા ગુરુવારે 287 કેસ સામે આવ્યા હતા અને 4 લોકોના મોત થયા હતા. જોધપુરમાં 52, જયપુરમાં 40 અને પાલીમાં 30 દર્દી વધ્યા હતા. રાજ્યમાં સંક્રમિતોનો આંકડો 16 હજાર 296 થઈ ગયો છે, જેમાંથી 3077 એક્ટિવ કેસ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular