Friday, March 29, 2024
Homeઅરવલ્લી : જિલ્લામાં ધોધમાર વરસાદ બાયડમાં અઢી ઇંચ અને ધનસુરામાં પોણા ત્રણ...
Array

અરવલ્લી : જિલ્લામાં ધોધમાર વરસાદ બાયડમાં અઢી ઇંચ અને ધનસુરામાં પોણા ત્રણ ઇંચવરસાદ

- Advertisement -

અરવલ્લી : જિલ્લામાં છેલ્લા બે દિવસથી મેઘરાજા મહેરબાન થતાં સર્વત્ર વરસાદી માહોલ છવાય ગયો છે.બંગાળની ખાડીમાં રવિવારથી વધુ એક મજબૂત લો પ્રેશર સીસ્ટમ બની રહી છે. જેની અસર ચાર-પાંચ દિવસમાં જોવા મળશે. આ સીસ્ટમ ફરી એક વાર વરસાદનો રાઉન્ડ લાવશે તે દરમિયાન સ્થાનિક ફોર્મેશનને કારણે છૂટો છવાયો વરસાદ વરસતો રહેશે. અરવલ્લી જિલ્લામાં શનિવારે સમી સાંજે એક કલાકમાં અડધાથી બે ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો હતો.

 

 

 

અરવલ્લી જિલ્લાના બાયડમાં અઢી ઇંચ અને ધનસુરામાં પોણા ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો હતો.બાયડ તાલુકાના ડેમાઈ, ચોઈલા, તેનપુર ,લીંબમાં એક કલાકમાં અઢી ઇંચ વરસાદ વરસ્યો હતો. ઉત્તર ગુજરાતમાં શુક્રવાર સાંજે 6 થી શનિવાર સાંજે 6 વાગ્યા સુધીમાં 24 તાલુકામાં સામાન્યથી પોણા ત્રણ ઇંચ સુધીનો વરસાદ વરસ્યો હતો. શુક્રવાર સાંજથી શનિવાર સવાર સુધી છુટોછવાયો હળવો વરસાદ રહ્યો હતો. શનિવાર સવારે 8 વાગ્યા બાદ જાણે હવે વરસાદ નહીં જ આવે તેવું વાતાવરણ સર્જાયું હતું. જોકે, સાંજે 4 વાગ્યા બાદ વાતાવરણ પલટાતાં અરવલ્લી જિલ્લામાં સારો એવો વરસાદ વરસ્યો હતો.

 

 

 

હવામાન સૂત્રો દ્વારા મળતી માહીતી અનુસાર મોનસૂન ટ્રફનો પશ્ચિમ તરફનો છેડો નોર્મલથી ઉપર છે અને બંગાળની ખાડી તરફ લંબાય છે. 4 થી ઓગસ્ટે બંગાળની ખાડીમાં એક મજબૂત લો પ્રેશ સીસ્ટમ બની રહી છે જેના પરીણામે અગામી સમયમાં સારો વરસાદ આવશે. ચાર પાંચ દિવસમાં લો પ્રેશરની અસર જોવા મળશે અને તા.8 થી 11 દરમિયાન સારા વરસાદની સંભાવના છે.

 

 

આ દરમિયાન તડકો, ભેજ વગેરેના સ્થાનિક ફોર્મેશનને કારણે બપોર બાદ સાર્વત્રિક નહી પણ છૂટો છવાયો હળવો મધ્યમ વરસાદ થતો રહેશે તેવુ અનુમાન છે. શનિવારે સાંજે અરવલ્લી જિલ્લામાં વરસાદ થતાં જ ખેડૂતોમાં આનંદ છવાય ગયો હતો.અતિશય ઉકળાટ અને બફારા બાદ એક કલાકમાં અડધા થી અઢી ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો હતો વધુ વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને લોકોએ હાશકારો અનુભવ્યો હતો. .

કેમેરામેન : આર્યન ગોસ્વામી સાથે હર્ષ પંડ્યા CN24NEWS, અરવલ્લી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular