અરવલ્લી : મહિલા પોલીસકર્મીએ પંખે દુપટ્ટો બાંધી કર્યો આપઘાત

0
0

અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય LRD મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. ભિલોડામાં પોલીસ લાઈનમાં પોતાના ક્વાર્ટ્સમાં મહિલા પોલીસકર્મીએ પંખા સાથે દુપટ્ટો બાંધીને ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે. મહિલા પોલીસકર્મીનો પતિ SRP જવાન છે. દરમિયાન મહિલા પોલીસકર્મીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે કોટેજ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

મળતી માહિતી અનુસાર ભિલોડાના LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ ગઈકાલે મોડી રાત્રે ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. તેમના આપઘાત કરવા પાછળનું કારણ ઘરકંકાસ માનવામાં આવી રહ્યું છે. તેમનો પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે.

પોલીસે મહિલા પોલીસકર્મીના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડ્યો
પોલીસે મહિલા પોલીસકર્મીના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડ્યો

ગઈકાલે મોડી રાત્રે LRD પોલીસકર્મીએ પોતાના ક્વાર્ટ્સમાં પંખા સાથે દુપટ્ટો બાંધીને જીવન ટૂંકાવ્યું હતું. પતિ સાથે ચાલતાં કલેશને પગલે આપઘાત કર્યો હોવાનું ચર્ચા ચાલી રહી છે. તો આપઘાતના બનાવની ઘટના બન્યાના એક કલાક બાદ પોલીસને જાણ કરવામાં આવી હોવાની માહિતી આવી રહી છે. પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

ભિલોડા પોલીસે ગુનો નોંધીને આપઘાત કેસની તપાસ હાથ ધરી
ભિલોડા પોલીસે ગુનો નોંધીને આપઘાત કેસની તપાસ હાથ ધરી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here