Tuesday, March 18, 2025
Homeઅરવલ્લી : કેન્દ્રના ગૃહ મંત્રાલયે ના દેશ ના ૮૭ બેસ્ટ પોલીસ સ્ટેશન...
Array

અરવલ્લી : કેન્દ્રના ગૃહ મંત્રાલયે ના દેશ ના ૮૭ બેસ્ટ પોલીસ સ્ટેશન માં આંબલીયારા પોલીસ સ્ટેશન ૬૨ માં ક્રમે

- Advertisement -
 વિવિધ માપદંડોના આધારે સર્વે કરાયા પછી કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલયે દેશના ૧૫૬૬૬ પોલીસ સ્ટેશનના જાહેર કરેલા રેન્કીંગમાં ૮૭ બેસ્ટ પોલીસસ્ટેશનમાં ગુજરાત રાજ્યના ફક્ત ૫ પોલીસ સ્ટેશનનો સમાવેશ થયો છે અરવલ્લી જીલ્લાના બાયડ તાલુકાના આંબલીયારા પોલીસ સ્ટેશનને ૬૨ મોં ક્રમાંક આપવામાં આવ્યો છે
          કેન્દ્રીય ગૃહ મંત્રાલયે દેશભરના ૧૫૬૬૬ પોલીસ સ્ટેશનનો સર્વે કરાવ્યો હતો જેમાં ગુન્હા થતા રોકવા અને ગુન્હામાં ઘટાડો,ગુન્હાની તપાસ, ગુન્હાની તપાસ કરવી,અસામાજિક તત્વો સામે પોલીસ કાર્યવાહી, તથા કોમ્યુનિટી પોલીસિંગ, પોલીસ સ્ટેશન બિલ્ડીંગ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર,પોલીસ કર્મીઓનો લોકો સાથે વ્યવહાર, મેન્યુઅલ રેકર્ડસની સાચવણી અને પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આવેલા લોકોના ફીડબેકના આધારે ૮૭ પોલીસ સ્ટેશન દેશના શ્રેષ્ઠ પોલીસ મથક જાહેર કરવામાં આવ્યા હતા આ રેન્કિંગમાં ગુજરાતના માત્ર ૫ પોલીસ સ્ટેશનનો સમાવેશ થયો હતો કપડવંજ રૂરલ ૨૭ માં નંબરે, જૂનાગઢનું મેંદરણા પોલીસ સ્ટેશન ૨૯ મો ક્રમાંક,અમદાવાદનું વિઠ્ઠલપુર પોલીસ સ્ટેશન ૫૭ માં નંબરે,અરવલ્લી જીલ્લાનું આંબલીયારા પોલીસસ્ટેશન ૬૨ માં ક્રમાંક અને ડાંગના આહવા પોલીસસ્ટેશનને ૭૪ મો રેન્કિંગ આપવામાં આવ્યો છે
આંબલીયારા પોલીસ સ્ટેશનના પીએસઆઈ આશિષ પટેલ વાયુ વાવાઝોડા ઇફેક્ટમાં બાયડ-દહેગામ રોડ પર ખાબકેલા ધોધમાર વરસાદમાં વાત્રક પુલ પર પાણી ભરાતા વાહન ચાલકો ફસાતા પુલ પર પોલીસ કર્મીઓ સાથે પહોંચી પાણી ઉલેચી વાહનવ્યવહાર પૂર્વરત કરાવ્યો હતો તદુપરાંત ઉનાળામાં પક્ષીઓ માટે પાણીના કુંડ વિતરણ, લોકસભાની ચૂંટણીમાં વયોવૃદ્ધ અને વિકલાંગ મતદારોને મતદાન માટે મતદાન મથક સુધી ખભે ઊંચકી લઈ જવા માટે અને તેમના વિસ્તારના પ્રજાજનો સાથે વ્યવહારની પણ તેમના પોલીસસ્ટેશન વિસ્તારમાં ભારે સરાહના થઈ રહી છે
રાહુલ પટેલ અરવલ્લી
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular