અરવલ્લી જિલ્લામાં ભારે વરસાદની આગાહી, NDRF ની ટીમ પહોંચી મોડાસા

0
52

ઉત્તર ગુજરાતમાં રવિવારથી મેઘરાજા જમાવટ કરશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. આગાહીના પગલે તંત્રએ પહેલાથી જ એલર્ટ રહીને સમગ્ર વ્યવસ્થા ઉભી કરી દીધી છે .ઉત્તરગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે. અરવલ્લીમાં આજે વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. એનડીઆરએફની ટીમ અરવલ્લીના મોડાસામાં આવી પહોંચી છે. આકસ્મિત ઘટના સમયે કોઇ મુશ્કેલી ઉભી ન થાય તે માટે તમામ જરૂરી સાધન સામગ્રી સજ્જ કરી દેવામાં આવી છે. વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દીધી.

 

 

ઉત્તર ગુજરાતમાં 27-29મીએ ભારે વરસાદની આગાહી સાર્વત્રિક વરસાદ માટે અંતે સારા સંકેતો મળી રહ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ સપ્તાહ ભારે વરસાદ પડી શકે છે. જેથી NDRFની એક ટીમ મોડાસા   પહોંચી ગઈ છે. બંગાળની ખાડીનું ડીપ્રેશન અને અપરએર સાયક્લોનિક સરક્યુલેશનને કારણે કેટલાક વિસ્તારોમાં 4 ઇંચ સુધી વરસાદની સંભાવના છે. હવામાન વિભાગ અનુસાર મોનસૂન ટ્રફ તેની નોર્મલ પોઝિશનમાં આવી ગયો છે અને બબ્બે સાયક્લોનિક સરક્યુલેશન સાથે સક્રિય છે અને આગામી 24 કલાકમાં પશ્ચિમ બંગાળના દરિયાઇ વિસ્તારમાં લો પ્રેશર એરિયા બનનાર છે. વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સ હાલમાં અપરએર સાયક્લોનિક સરક્યુલેશન તરીકે અફઘાનિસ્તાન અને તેને આનુસંગિક વિસ્તારમાં સ્થિર બન્યું છે,

ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં 27-29 જુલાઇ દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદ થવાની સંભાવના પ્રબળ બની છે. આમ કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે NDRFની ટીમ તૈયાર છે. આ સાથે જ આજે વહેલી સવારથી અરવલ્લીમાં વાદળછાયું વાતણવરણ જોવા મળી રહ્યું છે. હવામાન વિભાગે અરવલ્લી જિલ્લા   અમુક વિસ્તારોમાં આગામી 2 દિવસમાં ભારેથી અતિભારે વરસાદ માટે એલર્ટ જાહેર કર્યું છે. જેને લઇને જિલ્લા કલેક્ટરે તમામ અધિકારીઓ અને સરકારી કર્મચારીઓની રજા રદ કરીને આગામી 27 થી 29 જુલાઈ સુધી હેડક્વાર્ટર ન છોડવા માટે આદેશ કર્યો  છે.

કેમેરામેન: આર્યન ગોસ્વામી સાથે હર્ષ પંડ્યા CN24 NEWS, અરવલ્લી.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here