અરવલ્લી : RTO કચેરીના 4 અધિકારીઓ કોરોના પોઝિટિવ આવતા કચેરીનું કામકાજ બંધ કરવામાં આવ્યું.

0
6

અરવલ્લી જિલ્લામાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે ત્યારે ટ્રાન્સપોર્ટેશન સાથે જોડાયેલ જિલ્લા RTO કચેરીના મુખ્ય RTO અધિકારી કોરોનાના સકંજામાં ફસાઈ ગયા છે. મોડાસા ખાતે આવેલ જિલ્લાની RTO કચેરીના જિલ્લા RTO અધિકારી કોરોના સંક્રમિત બન્યા છે. સાથે જ મોડાસાની RTO કચેરીમાં કુલ ૪ RTO અધિકારી કોરોનાગ્રસ્ત બનતા અન્ય કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો છે.

 

જિલ્લા RTO અધિકારી કોરોના સંક્રમિત સહિત અન્ય 3 આસિસ્ટન્ટ અધિકારીઓને પણ કોરોના સંક્રમિત બનતા RTO કચેરીનું કામકાજ અટકાવવામાં આવ્યું છે. જિલ્લાની મુખ્ય RTO કચેરીમાં કોરોનાની એન્ટ્રી થતા જિલ્લાભરમાંથી આવતા અરજદારોમાં પણ ફફડાટ જોવા મળ્યો છે.

 

રિપોર્ટર : ઋતુલ પ્રજાપતિ, CN24NEWS, અરવલ્લી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here