Wednesday, September 29, 2021
Homeઅરવલ્લી : છ માસમાં ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી નાખવાના ૧૨ બનાવો...
Array

અરવલ્લી : છ માસમાં ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી નાખવાના ૧૨ બનાવો નોંધાયા

અરવલ્લી જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી ગળે ફાંસો ખાઈ કે ઝેરી દવા ગટગટાવી મોત વ્હાલુ કરવાના બનાવોમાં ચિંતાજનક હદે વધારો થયો છે. છેલ્લા છ માસમાં ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી નાખવાના ૧૨ બનાવો નોંધાયા છે. જયારે રહસ્યમઈ મોત, ઝેરી દવા ગટગટાવી લેવાથી મોત કે ડૂબી જવાથી મોત સહિતની ૨૮ ઘટનાઓ જિલ્લામાં નોંધાઈ છે. ત્યારે આવા કરૂણ મોતના ગુના બનાવોમાં રહસ્ય છતું થાય એ જરૂરી બન્યું છે.

વર્ષ ૨૦૨૧ના પ્રારંભે જ મોડાસા તાલુકાના ગાજણ ગામની સીમમાં તળાવ કિનારેના એક ઝાડે માતા, પિતા અને બે માસૂમ બાળકોના મૃતદેહ મળી આવતાં આ ઘટનાએ જિલ્લાભરમાં ચકચાર મચાવી હતી. આ કરૂણ ઘટનાથી કેટલાયના દીલ દ્વવી ઉઠયા હતા. અને એ પછી તો જિલ્લામાં ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી નાખવાની જુદીજુદી ઘટનાઓ પટેલઢુંઢા, ખીલોડા, ખલીકપુર, દેહગામડા, લીંભોઈ, મોડાસા, ભિલોડા અને સુરજપુરા ગામોની સીમોમાં કે રહેઠાણ, નોકરી સ્થળે ઘટી હતી. છેલ્લે મોડાસા રેલ્વે સ્ટેશને કઉના યુવકનું અને સુરજપુર તા.માલ૫ુર ગામે સગર્ભા માતા અને પુત્રના ચકચારી મોત સુધીની ઘટનાઓએ ચકચાર મચાવી છે. છેલ્લા છ માસમાં જિલ્લામાં ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી નાખવાની ૧૨, તળાવમાં ડૂબી જવાની ૭ અને રહસ્યમઈ મોત, હત્યાની ૦૮ તેમજ ઝેરી દવા ગટગટાવી લેવાની ૩ ઘટનાઓ નોંધાઈ છે. એક બે ને બાદ કરતા કેટલીય આ અકાળે મોતની ઘટનાઓનું રહસ્ય પોલીસ ઉકેલી શકી નથી. ત્યારે આવા બનાવોમાં જિલ્લા પોલીસ કડક હાથે કામ લઈ આવા મોતનું રહસ્ય ઉકેલે તે આવી ઘટનાઓ અટકાવવા માટે અતિ જરૂરી છે. ત્યારે જિલ્લા પોલીસવડા ગાજણ થી માંડી માલપુરના સુરજપુરા ગામની ઘટનાઓમાં લટકતી લાશોનું રહસ્ય ઉકેલે અને આ સીલસીલો અટકે તેવા પગલા ભરાય તે જરૂરી બન્યું છે.

સંવેદનશીલ સામાજીક ચિંતન જરૂરી જણાય છે

જીવન અણમોલ છે, તેને ગળે ટૂંપો દઈ કે ઝેરી દવા ગટગટાવી મોતને હવાલે કરવું એ ગમતી વસ્તુ નથી. પરંતુ આવા કમોત પાછળ શારિરીક અને માનસિક અતિશય ત્રાસ, આર્થિક સંકડામણ કે પ્રેમમાં નિષ્ફળતા સહિતના કારણો મોટેભાગે જવાબદાર હોય છે. કેટલાક અન્ય કારણોને લઈ ત્રસ્ત વ્યક્તિ જીવન ટૂકાવી દે છે.પરંતુ આ પ્રશ્ને સરકારે સંવેદનશીલ બની સામાજિક ચિંતન હાથ ધરી પીડીતોનું કાઉન્સિલીંગ થાય તેવા પ્રયાશો હાથ ધરવા જોઈએ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments