Wednesday, March 26, 2025
Homeઅરવલ્લી : શૌચ મુક્ત ગામના બેનર લગાવનાર બાયડના રમોસ ગામમાં શૌચાલય ખંડેર...
Array

અરવલ્લી : શૌચ મુક્ત ગામના બેનર લગાવનાર બાયડના રમોસ ગામમાં શૌચાલય ખંડેર હાલતમાં : કૌભાંડની આશંકા

- Advertisement -
અરવલ્લી જીલ્લાને શૌચમુક્ત જીલ્લો જાહેર કરાયો છે જીલ્લામાં આવેલા ૬૭૬ ગામડાઓમાં વસવાટ કરતા પ્રજાજનો માટે શૌચાલય સુવિધા ઉપલબદ્ધ છે.

અરવલ્લી જીલ્લા ગ્રામ વિકાસ એજન્સીએ કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં ખુલ્લામાં શૌચ મુક્ત ગામ આપનું સ્વાગત છે ના બેનર લગાવ્યા છે જીલ્લા ગ્રામ વિકાસ એજન્સીના શૌચાલય બનાવવામાં આવ્યા છે જેમાં ભારે ભ્રષ્ટાચાર આદરવામાં આવ્યો છે બેનર લગાવેલ બાયડના રામોસ ગામમાં જ તંત્ર અને કોન્ટ્રાક્ટરની મીલીભગત થી બનેલા શૌચાલય ખંડેર હાલતમાં હોવાથી ગામલોકો ખુલ્લામાં શૌચ કરવા મજબુર બન્યા છે.

બાયડ તાલુકાના રમોસ ગામે લાગેલ બેનર “ખુલ્લામાં શૌચ મુક્ત ગામ રામોસ” માં આપનું સ્વાગત છે કરતા તદ્દન વિપરીત પરિસ્થિતિ જોવા મળી રહી છે જીલ્લા ગ્રામ વિકાસ એજન્સીની અધૂરી યોજના કાગળ પર પૂર્ણ બતાવવાની પોલ ખુલ્લી પડી ગઈ છે રામોસ ગામમાં તંત્રની અને કોન્ટ્રાક્ટરની મીલીભગત થી બનેલ શૌચાલયમાં અધૂરી કામગીરી કરવામાં આવી હોવાનું ગામલોકોએ જણાવ્યું હતું ગામમાં બનેલા શૌચાલય બનાવવામાં લોટ,લાકડું અને પાણી વાપરવામાં આવતા શૌચાલયો તૂટી પડ્યા છે ગામમાં શૌચાલયના અભાવે અનેક લોકો ખુલ્લામાં શૌચ કરવા મજબુર બન્યા છે જીલ્લા કલેક્ટર અને રાજ્ય સરકાર દ્વારા અરવલ્લી જીલ્લામાં ગ્રામ વિકાસ એજન્સી મારફતે બનાવેલ શૌચાલયની તપાસ કરવામાં આવેતો કરોડો રૂપિયાનું કૌભાંડ બહાર આવવાની શક્યતાઓ રહેલી હોવાનું જાગૃત નાગરિકો જણાવી રહ્યા છે

રિપોર્ટર : રાહુલ પટેલ, CN24NEWS, અરવલ્લી

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular