અરવલ્લી : શામળાજીના અણસોલ પાસેથી પોલીસે દારૂ ભરેલી કાર સાથે 3 આરોપીઓની ધરપકડ કરી

0
7

 

અરવલ્લી જિલ્લાના શામળાજીના અણસોલ ચેક પોસ્ટ ઉપરથી પોલીસે દારૂ ભરેલી કાર ઝડપી પાડી છે. રાજસ્થાનમાંથી ગુજરાતમાં પ્રવેશ કરતા શંકાસ્પદ વાહનોનું પોલીસ ચેકીંગ કરી રહી હતી. તે દરમ્યાન હોન્ડા સીટી કારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો હતો.

                  

કારનો ચાલક પોતાની હોન્ડા સીટી ગાડીમાં વચ્ચેની અને શીટની પાછળ પ્રતિબંધક એરીયામાં અન્ય રાજ્યમાંથી પરીવહન કરી ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલ 197 જેની કિંમત રૂપિયા 2,38,950 નો તથા તથા 4 મોબાઇલ કિંમત 7500 તથા હોન્ડા સીટી કારની કિંમત રૂપિયા 200000 ની મળી કુલ 4,46,450 નો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. શામળાજી પોલીસે કાર ચાલક સહિત 3 આરોપીની પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથધરી છે.

 

રિપોર્ટર : ઋતુલ પ્રજાપતિ, CN24NEWS, અરવલ્લી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here