અરવલ્લી : શ્રદ્ધાંજલિ સમારોહ અને વિદ્યાર્થી ઓ માટે સ્કૂલ યુનિફોર્મ વિતરણ નો કાર્યક્રમ

0
123

બાયડ ના ડેમાઈ ગામ ખાતે ડેમાઈ કેળવણી મંડળ સંચાલિત શ્રી એન એસ પટેલ હાઇસ્કુલ માં સ્વ.વિજય ભાઈ માધુસિંહ નો શ્રદ્ધાંજલિ કાર્યક્રમ આજ રોજ પરમ વંદનીય સંત શ્રી નરસિંહદાદા ના સાનિધ્યમાં રાખવામાં આવ્યો હતો. તેમાં સૌ પ્રથમ દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું ત્યાર બાદ હાઈસ્કૂલ ના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.

 

 

જેમાં અરવલ્લી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી જશુભાઈ સાહેબ ખાસ ઉપસ્થિતિ રહી દાદાના આશીર્વાદ લઈ દરેક બાળકોને બે જોડ, યુનિફોર્મ ની ભેટ આપી હતી તથા ઉપસ્થિત રહેલ ગ્રામજનો માટે પ્રસાદરૂપી ભોજન નુ આયોજન કરવામાં આવ્યું હતું ત્યાર બાદ સરકાર દ્વારા આપવામાં આવતી સાયકલનું વિતરણ કરવામાં આવ્યું હતું. સદર કાર્યક્રમ સફળ કરવામાં ગામના તમામ યુવાનો ગ્રામજનો વેપારીઓ પ્રાથમિક શાળાના શિક્ષકો આચાર્ય બાળકો તથા એન એસ પટેલ હાઇ સ્કૂલ સ્ટાફ શાળાના પૂર્વ કર્મચારીઓ અને જી.આઈ.પી.એસ સ્કૂલ ના સંચાલક ખૂબ જ વિશેષ સહકાર મળેલ છે.

કેમેરામેન આર્યન ગોસ્વામી સાથે હર્ષ પંડ્યા, CN24NEWS, અરવલ્લી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here