Monday, February 10, 2025
Homeઅરવલ્લી : શામળાજી પોલીસે ૧૬.૮૭ લાખનો દારૂ ઝડપ્યો
Array

અરવલ્લી : શામળાજી પોલીસે ૧૬.૮૭ લાખનો દારૂ ઝડપ્યો

- Advertisement -
અરવલ્લી જીલ્લામાં વિદેશી દારૂની રેલમછેલ વચ્ચે ઉત્તર ભારતના રાજ્યમાંથી બુટલેગરો નિતનવા નુસખા અપનાવી અવિરત વિદેશી દારૂ ઘુસાડવામાં આવી રહ્યો છે શામળાજી પોલીસે રતનપુર ચેકપોસ્ટ નજીક વેણપુર ગામની સીમમાંથી ગેસની સગડીઓના બોક્સની આડમાં લઈ જવાતો ૧૬.૮૭ લાખનો વિદેશી દારૂ સાથે ટ્રક ચાલકની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો.
      શામળાજી પીએસઆઈ કેતન વ્યાસ અને તેમની ટીમે અમદાવાદ-ઉદેપુર ને.હા.નં-૮ પર સઘન પેટ્રોલિંગ હાથધરી મોટી માત્રામાં વિદેશી દારૂ ઝડપી રહ્યા છે વેણપુર ગામ નજીક રાજસ્થાન તરફથી આવતા વાહનોનું સઘન ચેકીંગ હાથધરી બાતમીના આધારે મીની ટ્રક (ગાડી.નં.MH.04.HY.9873  ) ને અટકાવી તલાસી લેતા ગેસ સગડીઓ અને અન્ય માલસામાન પાછળ સંતાડી રાખેલો બોટલ નંગ ૪૦૬૮ જેની કિ.રૂ કિ.રૂ ૧૬,૮૭,૨૦૦/- નો વિદેશી દારૂ જપ્ત કરી પવનકુમાર લીચ્છુરામ સોની ઉ.વ. ૩૦ રહે. ધાનોઠીબડી તા.રાજગઢ જી.ચુંરૂ રાજસ્થાન ને દબોચી લીધો હતો મીની ટ્રક ગાડી ની કિ રૂ ૧૦,૦૦,૦૦૦/-તથા મોબાઇલ નંગ-૧ કિ રૂ ૧૦૦૦/- તથા ભારતીયા બનાવટનો ઇગ્લીશ દારૂ છુપાવવા કવરીગ તરીકે ઉપયોગમાં લીધેલ ગેસની સગડીઓ તથા સામાન પેક કરેલ નાના મોટા ખોખા નંગ ૧૧૨ આશરે કિ.રૂ.૮,૦૦,૦૦૦/- મળી કુલ રૂ.૩૪,૮૮,૨૦૦ /- ના મુદ્દામાલ જપ્ત કરી મિનિટ્રકમાં વિદેશી દારૂ ભરી આપનાર અનિલકુમાર સતબીરસીગ ભામબુ (મુળ રહે.ફલેટ નંબર ૨૦૫ શ્રી ક્રિષ્ણાબીલ્ડીગ રહાનાલ ભીવાન્ડી મહારાષ્ટ્ર હાલ રહે. ઓટોમારકેટ હિસ્સાર હરીયાણા) વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.
રિપોર્ટર : રાહુલ પટેલ, CN24NEWS, અરવલ્લી 
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular