Sunday, February 16, 2025
Homeઅરવલ્લી : પીસીએન હાઈસ્કૂલનું મેદાન તળાવમાં ફેરવાતા વિદ્યાર્થીઓ તકલીફમાં, રામગઢીમાં ડાયવર્જન તૂટ્યું
Array

અરવલ્લી : પીસીએન હાઈસ્કૂલનું મેદાન તળાવમાં ફેરવાતા વિદ્યાર્થીઓ તકલીફમાં, રામગઢીમાં ડાયવર્જન તૂટ્યું

- Advertisement -
અરવલ્લી જીલ્લામાં ચોમાસાની ઋતુની ધમાકેદાર વિધિવત પ્રારંભ થવાની સાથે જનજીવન પ્રભાવિત બન્યું છે મેઘરજમાં ૩ ઇંચ વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા મેઘરજ નગરમાં આવેલી પી.સી.એન હાઈસ્કૂલના મેદાનમાં પાણી ભરાતા તળાવમાં ફેરવતા વિદ્યાર્થીઓએ પાણી માંથી પસાર થઈ અભ્યાસ અર્થે જવા માટે મજબુર બન્યા હતા હાઈસ્કૂલના મેદાનમાં વરસાદી પાણીનો નિકાલ સત્વરે કરવામાં આવેની માંગ વાલીઓમાં પ્રબળ બની છે.
       મેઘરજના રામગઢી થી કાલીયાકુવા જતા રોડ પર આવેલા વાંઘામાં પ્રજાજનોની વર્ષો જૂની પુલ બનાવવાની માંગ સ્વીકારતા પુલની કામગીરી શરુ કરતા નજીકમાં બનાવેલ તકલાદી ડાયવર્જન પ્રથમ વરસાદમાં ધોવાતાં પ્રજાજનો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે પુલ નિર્માણની કામગીરી કરનાર કોન્ટ્રાકટર પણ અગમ્ય કારણોસર પુલનું કામકાજ ૧૦ દિવસથી વધુના સમયથી બંધ કરી દેતા વાહનચાલકો અને ખેડૂતોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે રામગઢી ગામના જાગૃત નાગરિકના જણાવ્યા અનુસાર ૬ મહિનાથી પુલ બનાવવાની કામગીરી માં હલકી કક્ષાનું મટેરીયલ વાપરવામાં આવતું હોવાની અને મંથર ગતિએ ચાલતી હોવાનું જણાવ્યું હતું અને ડાયવર્જન પણ તકલાદી બનાવતા સામાન્ય વરસાદમાં ધોવાઈ જતા રસ્તો બંધ થઈ ગયો છે અંતરિયાળ વિસ્તારોમાં વિકાસના કામોમાં જવાબદાર તંત્રના અધિકારીઓની મીલીભગત થી ભારે ભ્રષ્ટાચાર આદરવામાં આવતો હોવાની સાથે અધિકારીઓ વિકાસના કામોના નિર્માણ સમયે ડોકાતા ન હોવાનું અને જાગૃત નાગરિકો જવાબદાર તંત્રમાં રજુઆત કરે તો તપાસ કરીએ કહીને કોન્ટ્રાક્ટર ને છાવરતા હોવાનો આક્ષેપ કર્યો હતો
રિપોર્ટર : રાહુલ પટેલ, CN24NEWS, અરવલ્લી
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular