શામળાજીથી ગુજરાતમાં પ્રવેશેલી ‘૫૫૦ સાલ ગુરુ નાનક પ્રકાશ યાત્રા’નું ભવ્યાતિભવ્ય સ્વાગત

0
55

અમદાવાદ-ઉદેપુર ને.હા.નં-૮ પર શામળાજી પાસે આવેલ રતનપુર આંતરરાજ્ય સરહદ પરથી ગુજરાત રાજ્યમાં ‘૫૫૦ સાલ ગુરુ નાનક પ્રકાશ યાત્રા’ પ્રવેશતા રાજ્ય બહારના શીખ ધર્મના અનુઆયીઓ મોટી સંખ્યામાં શામળાજી પહોંચી ‘ગુરૂ ગ્રંથ સાહેબની પાલખી’ પુષ્પવર્ષા કરી ભવ્યાતિભવ્ય સ્વાગત કર્યું હતું ‘બોલે સો નિહાલ સત શ્રી અકાલ’ ના નાદથી અરવલ્લી જીલ્લાની ગિરિમાળાઓ ગુંજી ઉઠી હતી.

શીખધર્મના પ્રથમ ધર્મગુરુ ગુરુ નાનકજીની 550 મી જન્મ જયંતિની સમગ્ર દેશમાં ઉજવણી થઈ રહી છે. તેના ભાગ રૂપે શીખ સંપ્રદાયના અનુયાયીઓ દ્વારા સમગ્ર ભારત ભ્રમણ રૂપે વિશાળ યાત્રા કર્ણાટકમાં બીદરથી શરૂ થયેલી છે. આ યાત્રામાં 300 થી 400 આનુયાયીઓ જોડાયા છે. સાથે ગુરુ ગ્રંથ સાહેબની પાલખી પણ છે. એવી યાત્રા આજરોજ રાજસ્થાનથી ગુજરાતના શામળાજી પાસે રતનપુર બોર્ડરથી ગુજરાતમાં પ્રવેશ કર્યો હતો. સમગ્ર ગુજરાતમાંથી શીખધર્મના અગ્રણીઓએ યાત્રાનું ભવ્ય સ્વાગત કર્યું હતું. ગુરુ ગ્રંથ સાહેબની પાલખી પર પુષ્પ વડે શીખધર્મના અનુયાયીઓએ પ્રાર્થના કરી હતી.

આ યાત્રા વિશે શીખ અગ્રણીએ જણાવ્યું હતું કે, ગુરુ નાનકજીની 550 મી જન્મ જયંતિ નિમિત્તે સમગ્ર ભારતના શીખ સંપ્રદાય અને તમામ લોકો આ યાત્રા માં જોડાઈ અને ગુરુ નાનકજીનો સંદેશો જન જન સુધી પહોંચેએ અશયસર આ યાત્રા કાઢવામાં આવી છે. ગુજરાતમાં પણ આજે અમદાવાદ અને ત્યારબાદ બરોડા અને સુરત એમ ત્રણ દિવસ ભ્રમણ કરશે અને પછી મહારાષ્ટ્રમાં પ્રવેશ કરશે આમ ભારતના તમામ રાજ્યમાં ભ્રમણ કરી પાછી કર્ણાટકના બીદર પહોંચશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here