Saturday, September 25, 2021
Homeતીરંદાજી : દક્ષિણ કોરિયાએ તીરંદાજીમાં ગોલ્ડન હેટ્રિક બનાવી
Array

તીરંદાજી : દક્ષિણ કોરિયાએ તીરંદાજીમાં ગોલ્ડન હેટ્રિક બનાવી

દક્ષિણ કોરિયાએ તીરંદાજીમાં ગોલ્ડન હેટ્રિક બનાવી છે. મિક્સ્ડ ટીમ અને મહિલા ટીમ પછી સોમવારે પુરુષ ટીમ ઈવેન્ટનો પણ ગોલ્ડ જીત્યો. ફાઈનલમાં કિમ જે ડેઓક, કિમ વૂ જિન, ઓહ જિન હાઈકની ત્રિપુટીએ તાઈવાનને 6-0થી હરાવ્યું.

કોરિયાના ખેલાડીઓના મોટાભાગના તીર પરફેક્ટ 10માં લાગ્યા. દ.કોરિયાની પુરુષ ટીમનો 9 ઓલિમ્પિકમાં આ છઠ્ઠો ગોલ્ડ છે. ભારતીય ટીમ ક્વાર્ટર ફાઈનલ સુધી પહોંચી, જ્યાં તેને કોરિયા સામે 6-0થી હારવું પડ્યું હતું. ઓલિમ્પિકમાં 1984થી અત્યાર સુધી દ.કોરિયાએ 34માંથી 23 ગોલ્ડ જીત્યા છે.

ગોલ્ડ જીતવા કરતાં ટીમમાં સ્થાન મેળવવું વધુ મુશ્કેલ
કોરિયાના તીરંદાજો માટે ઓલિમ્પિક મેડલ જીતવા કરતાં મુશ્કેલ દેશની ઓલિમ્પિક ટીમમાં સ્થાન મેળવવું છે. રિયો ઓલિમ્પિકમાં બે ગોલ્ડ મેડલ જીતનારા કૂ બોન ચાનો અને ચાંગ હાય જિન ટોક્યો-2020માં નથી. આ બંને ખેલાડી આ વખતે ક્વોલિફાય કરી શક્યા ન હતા.

દરેક ઓલિમ્પિકથી પહેલા દેશમાં લગભગ 200 તીરંદાજોનું સિલેક્શન થાય છે, જેમાંથી 3 મહિલા અને 3 પુરુષ પસંદ થાય છે. તેમાં જૂનું પ્રદર્શન અને રેકોર્ડનું કોઈ મહત્ત્વ હોતું નથી. મિક્સ્ડ ગોલ્ડ જીતનારી િકમ ડે ડેઓક અને એન સાનની જોડીની સંયુક્ત ઉંમર 37 વર્ષ છે.

જો ગયા વર્ષે ઓલિમ્પિક સ્થગિત ન થતી તો 17 વર્ષની કિમ ખભાની ઈજાને કારણે રમી શકતી નહીં. રિયોમાં દ.કોરિયાએ તમામ ચાર ગોલ્ડ જીત્યા હતા. આ વખતે 6માંથી 4 આર્ચર ઓલિમ્પિક ડેબ્યુ કરી રહ્યા છે. તમામે જિનચિયોનમાં ઓલિમ્પિક જેવું વાતાવરણ બનાવીને પ્રેક્ટિસ કરી હતી. ત્યાં વીડિયો સ્ક્રીન, દર્શક સ્ટેન્ડ અને બેનર લગાવાયા હતા. લાઉડસ્પીકર પર અંગ્રેજી અને જાપાની ભાષામાં એનાઉન્સમેન્ટ થતું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments