ગર્ભાવસ્થા બાદ સ્ટ્રેચ માર્ક્સથી છો પરેશાન, તો આ ઘરેલુ ઉપચાર અપનાવો મળશે રાહત !

0
6

ગર્ભાવસ્થા દરમિયાન સ્કીન ખેંચાવવાને કારણે પેટની નીચેનો ભાગ, ખભા, પગ વગેરે પર સ્ટ્રેચ માર્ક્સ આવી જાય છે. આ નિશાન એટલા માટે હોય છે કારણ કે, તમારુ શરીર ત્વચાની સરખામણીમાં તેજીથી વધી રહ્યુ હોય છે અને સ્કીનની નીચે તંતુ ખેંચાવવાને કારણે તૂટી જાય છે. જોકે, સ્ટ્રેચ માર્ક્સને કારણે કોઈપણ ચિકિત્સીય સમસ્યાઓનો સામનો કરવો પડતો નથી. તેનાથી છુટકારો મેળવવા માટે મહિલાઓ ન જાણે કેટલા પ્રકારની રીતો અપનાવે છે, જેમાંથી કેટલીક કારગર નિવડે છે તો, પરંતુ કેટલીક બેએસર હોય છે. તો આવો જાણીએ તે નેચરલ વસ્તુઓ વિશે જેનો વપરાશ કરી તમે સ્ટ્રેચ માર્ક્સથી છુટકારો મેળવી શકો છો અને તે પણ કોઈપણ પ્રકારના સાઈડ ઈફેક્ટ વગર.

એલોવેરા જેલ

એલોવેરા જેલ સ્કિનને ડેમજ થવાથી બચાવે છે અને સ્ટ્રેચ માર્ક્સને ઓછા કરે છે. એલોવેરા જેલને સીધી સ્કિન પર લગાવો અને લગભગ 15 મિનિટ માટે લાગેલુ રહેવા દો. બાદમાં નવશેકા પાણીથી ધોઈ લો. જો તમે નિયમિત રૂપથી તેનો વપરાશ કરશો તો સ્ટ્રેચ માર્ક્સનની સમસ્યા દૂર થઈ જશે.

હળદર અને ચંદન

હળદળ

હળદર અને ચંદનનું મિશ્રણ ગર્ભાવસ્થાના સ્ટ્રેચ માર્ક્સ પર પ્રભાવી હોય છે. ચંદનનો પાઉડર અને હળદરની પેસ્ટ બનાલો અને તેને સ્ટ્રેચ માર્ક્સ પર લગાવી થોડીવાર માટે છોડી દો અને બાદમાં હળવા નવશેકા પાણીથી ધોઈ લો. જેનાથી તમને ફરક નજર આવવા લાગશે.

વિટામિન-ઈ નું તેલ

તેલ

સ્ટ્રેચ માર્ક્સવાળા ભાગ પર દરરોજ 5 થી 10 મિનિટ માટે વિટામિન-ઈના તેલની માલિશ કરો. આ કેપ્સૂલનું તેલ કાઢીને તેમાં કોઈ મોઈશ્ચરાઈઝર મિક્સ કરી સ્ટ્રેચ માર્ક્સ પર લગાવો. તેને તમે દરરોજ લગાવો. ધીરે-ધીરે સ્ટ્રેચ માર્કસ ઓછા થવા લાગશે.

ઈંડાનો સફેદ ભાગ

સ્ટ્રેચ માર્ક્સને દૂર કરવા માટે ઈંડાનો સફેદ ભાગ ખૂબ જ ફાયદાકારક હોય છે. સૌ પ્રથમ ઈંડાના સફેદ ભાગથી ઈંડાની જર્દીને અલગ કરી લો. ત્યારબાદ એગ વ્હાઈટને સીધા સ્ટ્રેચ માર્ક્સ પર લગાવો અને 15 થી 20 મિનિટ માટે છોડી દો અને નવશેકા પણીથી ધોઈ લો.

લીંબુનો રસ

લીંબુમાં એસિડ હોવાને કારણ તે સ્ટ્રેચ માર્ક્સને ઓછુ કરવામાં મદદ કરે છે. તે માટે તમે લીંબુના રસને સ્ટ્રેચ માર્ક્સવાળા ભાગ પર રગડો. તેને 10 મિનિટ સુધી સુકાવવા માટે છોડી દો. 10 મિનિટ પછી નવશેકા પાણીથી ધોઈ લો.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here