રાતે સૂતી વખતે કે ઊંઘમાં પુષ્કળ ખાંસી આવે છે? તો આ ઉપાયથી તરત જ થઈ જશે ઠીક

0
32

અત્યારે ડબલ સીઝન ચાલી રહી છે. જેમાં દિવસે ગરમી અને રાતે ઠંડી લાગે છે. આવી સીઝનને કારણે ઘણાં લોકોને શરદી, કફ, ખાંસી અને ગળામાં ખારાશ અને દુખાવાની સમસ્યા થવા લાગે છે. એમાં ખાસ કરીને કફ વધવાની સમસ્યા પણ ઘણાં લોકોને થાય છે. તેનાથી બચવા માટે કેટલીક બાબતોનું ધ્યાન અને ઘરેલૂ ઉપાયો કામ આવી શકે છે. ઉધરસની સાથે કફ આવવું અથવા સૂકી ઉધરસ આવવી બંનેમાં પરેશાની થાય છે અને રાતે ઊંઘ આવતી નથી. ઘણાં લોકો રાતે અથવા ઊંઘમાં પણ ઉધરસની સમસ્યા થતી હોય છે. જેમાં બેદરકારી કરવી નહીં. અપનાવો આ ઉપાય.

  • રોજ ખાંસી આવતી હોય તો આ ઉપાય અજમાવો
  • દવાઓ વિના જ ખાંસી મટાડશે આ નુસખા
  • નાકમાં ડ્રાયનેસને કારણે વધે છે આ સમસ્યા

ઘણાં લોકોને નાકમાં ડ્રાયનેસ વધવાથી પણ ઘણીવાર ઉધરસ આવતી હોય છે. જેથી રાતે ગરમ પાણીથી સ્નાન કરીને અથવા સ્ટીમ લઈને સૂવો. તેનાથી ઉધરસની સમસ્યામાં આરામ મળશે.

આ રીતે તકિયાનો કરો ઉપયોગ

રાતે સૂતી વખતે નાકમાંથી શ્વાસ લેવાથી નાક અને ગળામાં રહેલો મ્યૂકસ વધુ એક્ટિવ થાય છે. જેના કારણે વધુ ઉધરસ આવે છે. જેથી 2-3 તકિયા મૂકીને થોડી ઊંચાઈ પર માથું રાખીને સૂવાથી આ સમસ્યા દૂર થાય છે.

મધ અને આદુનો ઉપાય

મધમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે. જે ઉધરસમાં રાહત આપે છે. રોજ રાતે સૂતી વખતે અડધી ચમચી મધમાં અડધી ચમચી આદુનો રસ મિક્સ કરીને પીવાથી રાતે ઉધરસ આવવાની સમસ્યા દૂર થાય છે.

લિક્વિડ છે જરૂરી

ઉધરસને રોકવા માટે શરીરને હાઈડ્રેટ રાખવું ખૂબ જ જરૂરી છે. તેના માટે વધુમાં વધુ લિક્વિડ લેવું. તેનાથી મ્યૂકસ (કફ) પાતળું થઈ જાય છે અને તેનાથી રાતે ઉધરસ આવવાની સમસ્યામાં રાહત મળે છે.

ગ્રીન ટી છે રામબાણ

સૂતા પહેલાં ગરમ ગ્રીન ટી પીવો. તેમાં રહેલાં એન્ટીઓક્સીડેન્ટ્સ બેક્ટેરિયલ ઈન્ફેક્શનને દૂર કરવામાં મદદ કરે છે. રાતે સૂતા પહેલાં ગ્રીન ટી પીવાથી ગળું હાઈડ્રેટ રહે છે અને વારંવાર ઉધરસ આવવાની સમસ્યા થતી નથી.

સ્મોકિંગ હોઈ શકે કારણ

બહુ લાંબા સમય સુધી સ્મોકિંગ કરવાથી પણ રાતે ઉધરસની સમસ્યા થઈ શકે છે. જેથી તેનાથી બચવા સ્મોકિંગને કંટ્રોલ કરો અથવા આ આદતને છોડી દો કારણ કે તેનાથી સ્વાસ્થ્યને અન્ય અનેક નુકસાન થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here