મનોરંજનનો ડબલ ડોઝ : સૂડી વચ્ચે સોપારી અને ખડખડાટ, કલર્સ ગુજરાતી દ્વારા બે નવા શો નો પ્રારંભ!

0
36

મુંબઈ. કોરાના લોકડાઉનમાંથી બહાર નીકળી સમગ્ર દેશ હવે સામાન્ય જનજીવન તરફ આગળ વધી રહ્યો છે ત્યારે કલર્સ ગુજરાતી ચેનલ સંપૂર્ણ રીતે નવા પ્રોગ્રામ્સ ના પ્રારંભ દ્વારા તેના પ્રોગ્રામ પોર્ટફોલિયોનો વ્યાપ વધારી રહ્યું છે. કલર્સ ગુજરાતી ચેનલ દ્વારા સૂડી વચ્ચે સોપારી અને ખડખડાટ એમ બે પ્રોગ્રામ્સની જાહેરાત કરાઈ છે. આ બંને પ્રોગ્રામ્સનું નિર્માણ કોકોનટ મીડિયા બોક્સ દ્વારા કરાઈ રહ્યું છે.

ખડખડાટ ગુજરાતના જાણીતા કલાકારો દ્વારા ભજવાતો એક સ્ટેન્ડ-અપ કોમેડી શો છે. હસી હસીને બેવડ વળી જવાય તેવા આ બંને કાર્યક્રમો રાત્રે ૯:૩૦ વાગ્યાના પ્રાઈમ ટાઈમમાં જોવા મળશે, જેમાં સોમવારથી ગુરુવાર રાત્રે સૂડી વચ્ચે સોપારી આવશે અને ૨૪મી જુલાઈથી દર શુક્રવાર-શનિવારે રાત્રે ખડખડાટમાં ગુજરાતના જાણીતા કલાકારો દર્શક મિત્રો ને પેટ ભરી અને હસાવશે.

આ પ્રોગ્રામ્સના શુભારંભના પ્રસંગે કલર્સ ગુજરાતી ચેનલના પ્રોગ્રામિંગ હેડ ડો. દર્શિલ ભટ્ટે  જણાવ્યું કે આ પ્રોગ્રામ્સ દ્વારા અમે અમારી પ્રેક્ષકોને ખુબ જ મનોરંજન પીરસવા માંગીએ છીએ, રોજ રાત્રે તેઓ તેમના પરિવાર સાથે મોજમજાથી બંને પ્રોગ્રામ્સ માણી શકશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here