આર્જેન્ટીનાના ફૂટબોલ પ્લેયર ડિયેગો મેરાડોનાનું 60 વર્ષની વયે હાર્ટ-અટેકથી નિધન.

0
15

ડિયેગો મેરાડોનાનું 60 વર્ષની વયે હાર્ટ-અટેકથી નિધન થયું છે. બે સપ્તાહ પહેલાં જ તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. ત્યારે તેમને બ્રેન સર્જરી માટે દાખલ કરવામાં આવ્યા હતા. મેરાડોના એક મહાન ફૂટબોલર હતા અને તેમણે 1986માં આર્જેન્ટીનાને વર્લ્ડ કપ જિતાડવામાં મહત્ત્વનો રોલ ભજવ્યો હતો. આ ટૂર્નામેન્ટમાં તેમનો વિશ્વપ્રસિદ્ધ ગોલ પણ સામેલ છે, જેને “હેન્ડ ઓફ ગોડ”ના નામથી ઓળખવામાં આવે છે. આ ગોલની મદદથી આર્જેન્ટીનાએ ઈંગ્લેન્ડને ટૂર્નામેન્ટમાંથી બહાર કરી દીધું હતું.

16 વર્ષે આર્જેન્ટીના જુનિયર્સ માટે રમીને પ્રોફેશનલ કરિયરની શરૂઆત કરનાર મેરાડોનાની ગણના વિશ્વના શ્રેષ્ઠ ફૂટબોલર્સમાં થાય છે. 1986માં પોતાના દેશને બીજા વાર વર્લ્ડ કપ જિતાડવામાં તેમણે અગત્યની ભૂમિકા ભજવેલી.

બ્રેન સર્જરી પછી 11 નવેમ્બરે થયા હતા ડિસ્ચાર્જ

આર્જેન્ટીનાના મીડિયા રિપોટ્સ મુજબ, બ્રેન સર્જરી પછી મેરાડોનાને 11 નવેમ્બરે હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. આ દિવસે તેમને સાંજે 6 વાગ્યે ડિસ્ચાર્જ કરવાના હતા, પરંતુ મેરાડોના સમય પહેલાં જ ઘર માટે રવાના થઈ ગયા હતા, કેમ કે રસ્તા પર તેમના હજારો પ્રશંસકો એક ઝલક મેળવવા રોડ પર ઊમટી પડ્યા હતા. મેરાડોનાએ બોકા જુનિયર્સ, નપોલી, બાર્સિલોના જેવી ક્લબથી ફૂટબોલ રમ્યા છે. વિશ્વભરમાં તેમના કરોડો પ્રશંસકો છે.

મેરાડોનાએ પોતાના આંતરરાષ્ટ્રીય કરિયરમાં 91 મેચ રમ્યા

આર્જેન્ટીના તરફથી રમતા મેરાડોનાએ પોતાના આંતરરાષ્ટ્રીય કરિયરમાં 91 મેચ રમ્યા છે, જેમાં તેમણે 34 ગોલ કર્યા. તેમણે 4 FIFA વર્લ્ડ કપ ટૂર્નામેન્ટ રમ્યા, જેમાં 1986નો વિશ્વકપ પણ સામેલ હતો. 1986 વર્લ્ડ કપમાં તેઓ આર્જેન્ટીનાના કેપ્ટન પણ હતા. તેઓ ટૂર્નામેન્ટના સર્વશ્રેષ્ઠ ખેલાડી જાહેર કરાયા હતા. તેમણે ગોલ્ડન બોલ અવૉર્ડ પણ જીત્યો હતો.

મેરાડોનાને ફિફા પ્લેયર ઓફ ધ સેન્ચુરીથી પણ નવાજવામાં આવ્યા હતા. તેઓ એક વખત વર્લ્ડકપ ગોલ્ડન બોલ, એક વખત બેલોન ડી ઓર, 2 વખત સાઉથ અમેરિકન ફૂટબોલર ઓફ ધ યર, 6 વખત નેશનલ લીગ ટોપ સ્કોરર અવૉર્ડ જીત્યા હતા.

21 વર્ષ લાંબું પ્રોફેશનલ કરિયર

16 વર્ષની ઉંમરે આર્જેન્ટીના જુનિયર્સ માટે રમીને પ્રોફેશનલ કરિયરની શરૂઆત કરનાર મેરાડોનાની ગણના વિશ્વના શ્રેષ્ઠ ફૂટબોલર્સમાં થાય છે. 1986માં પોતાના દેશને બીજી વાર વર્લ્ડ કપ જિતાડવામાં તેમણે અગત્યની ભૂમિકા ભજવેલી. આર્જેન્ટીના જુનિયર્સ માટે રમ્યા બાદ તેઓ બોકા જુનિયર અને ત્યાર બાદ પોતાના પ્રાઈમ ટાઈમમાં બાર્સેલોના માટે રમ્યા હતા. તેમનું પ્રોફેશનલ કરિયર કુલ 21 વર્ષ લાંબું હતું.

હેન્ડ ઓફ ગોડે ઇંગ્લેન્ડને વર્લ્ડ કપની બહાર કરેલું

1986ના વર્લ્ડ કપમાં મેરાડોનાએ હાથ વડે ગોલ કરીને આર્જેન્ટીનાને ઇંગ્લેન્ડ સામે જીત અપાવેલી. આ ગોલ થકી ઇંગ્લેન્ડ વર્લ્ડ કપમાંથી એલિમિનેટ થઈ ગયું હતું. હકીકતમાં રેફરી જોવે કે ખેલાડીએ હાથનો ઉપયોગ કર્યો છે તો તે ખેલાડીને યલો-કાર્ડ મળે છે અને ગોલ ગણાતો નથી, પરંતુ મેરાડોના એવી પોઝિશનમાં હતા કે રેફરીને દેખાય એમ નહોતું કે તેમણે હાથનો ઉપયોગ કર્યો છે. એ દિવસોમાં વિડિયો આસિસ્ટન્ટ રેફરી ટેકનોલોજી પણ નહોતી, તેથી આ ગોલ માન્ય ગણાયો હતો.

1986માં ફૂટબોલનો શ્રેષ્ઠ ગોલ કર્યો

ફેન્સ અને ફૂટબોલ પંડિટ્સ માને છે 1986ના વર્લ્ડ કપમાં હેન્ડથી ગોલ કર્યા પછી તેમણે જે ગોલ કર્યો એ ફૂટબોલનો શ્રેષ્ઠ ગોલ છે. તેમણે ઇંગ્લેન્ડના પાંચ ખેલાડીઓને dribble કરીને વટાવીને ગોલ સ્કોર કર્યો હતો. તેને ફૂટબોલના ગ્રેટેસ્ટ ગોલ તરીકે માનવામાં આવે છે.

ડ્રગ્સ અને આલ્કોહોલ એડિકટ હતા મેરાડોના

મેરાડોનાએ 1980માં ડ્રગ્સ અને કોકેન લેવાનું શરૂ કર્યું હતું. તેમને એ હદે નશો થઈ ગયેલો કે 1996માં તેમણે પબ્લિકલી કહ્યું હતું કે હું ડ્રગ્સ એડિકટ હતો, છું અને રહીશ. જોકે બાદમાં નિવૃત્તિ પછી તેમણે કબૂલ્યું કે જો તેઓ ડ્રગ્સ ન લેતા હોત તો એના કરતાં પણ વધુ મહાન ખેલાડી બન્યા હોત.

ગત ફૂટબોલ વર્લ્ડકપમાં પણ તેમની તબિયત લથડી હતી

ફૂટબોલથી રિટાયરમેન્ટ પછી મેરાડોનાને અનેક વખત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. વર્ષ 2000માં તેમણે એટલા પ્રમાણમાં કોકીન લીધું હતું કે તેમનું હાર્ટ ફેલ પણ થયું હોત અને તેમને જીવ ગુમાવવો પડ્યો હોત. આ ઘટના બાદ અનેક વર્ષ સુધી તેઓ રિહેબિલિટેશનમાં રહ્યા હતા. 2005માં તેમણે વજન ઉતારવા માટે ઓપરેશન કરાવ્યું હતું.

જે બાદ 2007માં પણ તેમને વધુ પ્રમાણમાં શરાબ પીવાને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ગત ફૂટબોલ વર્લ્ડકપમાં પણ તેમની તબિયત બગડી હતી. આ વર્લ્ડકપમાં તેઓ એક્ઝિક્યુટિવ બોક્સમાં જોવા મળ્યા હતા. આ દરમિયાન આર્જેન્ટીનાએ નાઈજીરિયાને હરાવ્યું હતું.

રમતજગતના આ ખેલાડીઓએ આ રીતે લેજન્ડને યાદ કર્યા

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here