Wednesday, September 28, 2022
Homeઅમદાવાદઅ 'વાદ : અકસ્માતના મુદ્દે કારચાલક પર પાઇપોથી કરાયો હુમલો

અ ‘વાદ : અકસ્માતના મુદ્દે કારચાલક પર પાઇપોથી કરાયો હુમલો

- Advertisement -

સોલામાં અકસ્માત બાદ થયેલા ઝઘડામાં કારચાલક પર લોખંડની પાઇપોથી હુમલો કરનારા 15 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. સોલામાં રહેતા અને થલતેજ ખાતેની એક રેસ્ટોરાં ધરાવી વેપાર કરતા નીલ પટેલ તેમની કાર લઈને ભાડજ સર્કલ ખાતે આવેલા પાન પાર્લર પર તેમના મિત્રો સાથે ગયા હતા.

જોકે તે સમયે એક્ટિવા પર આવેલા બે શખ્સે નીલની ગાડીને ટક્કર મારી હતી. આથી બંને વચ્ચે ઝઘડો થયો હતો. આ દરમિયાન આ બંને શખ્સ થોડી વાર પછી પંદરેક માણસો સાથે ત્યાં આવ્યા હતા. બાદમાં ‘કેમ અમારી સાથે ઝઘડો કર્યો હતો આજે તો તને છોડીશું નહીં મારી નાખીશું’ કહી લોખંડની પાઈપ તથા લાકડના દંડાના ફટકા મારવા લાગ્યા હતા. આથી બચવા માટે નીલભાઈએ બુમો પાડી ત્યારે આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા અને પોલીસને ઘટનાની જાણ કરી હતી. આ મામલે નીલે સોલા હાઈકોર્ટ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular