Wednesday, September 28, 2022
Homeઅમદાવાદઅ'વાદ : સિંધુ ભવન રોડ પર વાહન પાર્કનો ચૂકવવો પડશે ચાર્જ-AMC

અ’વાદ : સિંધુ ભવન રોડ પર વાહન પાર્કનો ચૂકવવો પડશે ચાર્જ-AMC

- Advertisement -

અમદાવાદના મોડલ રોડ ગણાતા સિંધુ ભવન રોડ પર હવે વાહન પાર્ક કરવા ચાર્જ ચૂકવવો પડશે. અમદાવાદ કોર્પોરેશન દ્વારા હવે આ રોડ પર પે એન્ડ પાર્કિંગ શરૂ કરવામાં આવશે જેથી વધુ એક રોડ પે નાગરિકો ફ્રી માં વાહન પાર્ક નહિ કરી શકે.

શહેરના પોશ વિસ્તાર તરીકે ઓળખાતા સિંધુ ભવન રોડ પર હવે જો લટાર મારવા નીકળશો તો તમારે પાર્કિંગ માટે પૈસા ભરવા પડશે. તંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે સિંધુ ભવન રોડ પર રસ્તા પર પાર્કિંગ કરવા બદલ ફી વસૂલવામાં આવશે. AMC દ્વારા જાહેર કરવામાં આવેલા ટેન્ડર અનુસાર, ટૂ-વ્હીલર માટે એક કલાકના પાર્કિંગ માટે પાંચ રુપિયા લેવામાં આવશે જ્યારે ફોર-વ્હીલર માટે પ્રથમ બે કલાકના 15 રુપિયા વસૂલવામાં આવશે. નાણાંકીય સંકટનો સામનો કરી રહેલા તંત્રને પાર્કિંગના આ નવા નિયમને કારણે 21 લાખ રુપિયા કમાણી થવાની આશા છે. સિંધુ ભવન રોડ પર આવેલી મોટાભાગની કોમર્શિયલ ઈમારતો અને રેસિડેન્શિયલ બિલ્ડિંગમાં પાર્કિંગની પૂરતી સુવિધા છે. અહીં આવનારા લોકો તે પાર્કિંગમાં જ વાહન મૂકવાને પ્રાથમિકતા આપે છે. માટે, ઓન-સ્ટ્રીટ પાર્કિંગ માટે પૈસા લેવાની કોઈ તાત્કાલિક જરૂરિયાત જણાતી નથી. આ પાર્કિંગ પોલિસી પર અમદાવાદીઓ રોષ ઠાલવી કરી રહ્યા છે.

અમદાવાદમાં આમ તો પાર્કિંગની સમસ્યા ખૂબ વિકટ છે. તંત્ર પાર્કિંગ પ્લોટમાં ખાસ વ્યવસ્થા કરી નથી શક્યું અને હવે મોડલ રોડ પર પણ વાહન પાર્કના ચાર્જ વસૂલી અમદાવાદીઓના ખિસ્સા ખાલી કરવા જઈ રહ્યું છે. પે એન્ડ પાર્કને લઈ અમદાવાદીઓએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે પે એન્ડ પાર્કની જરૂર જ નથી, રોડ મોટો છે. 1-2 મિનિટ માટે વાહન પાર્કના રૂપિયા ન હોય.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular