અરિજિત સિંહે એક-બે નહીં પણ ખરીદી લીધા એકસાથે 4 ફ્લેટ, કિંમત જાણીને ફાટી જશે આંખો

0
8

મુંબઈ : અરિજીત સિંહ (Arijit Singh) પોતાના રોમેન્ટિક ગીતોને કારણે લોકપ્રિય છે. તેનો કોન્સર્ટ હંમેશા હાઉસફુલ રહે છે. અરિજીતની લોકપ્રિયતા અને એને પગલે આવક એટલી વધી ગઈ છે કે હાલમાં તેણે પોતાના માટે એકસાથે એક-બે નહીં પણ ચાર-ચાર ફ્લેટ ખરીદી લીધા છે. અરિજિતે હાલમાં જ મુંબઈના વર્સોવા વિસ્તારમાં એકસાથે ચાર ફ્લેટ લીધા છે. આ ચારેય ફ્લેટ એક જ બિલ્ડિંગમાં છે. મુંબઈનો વર્સોવા વિસ્તાર પોશ વિસ્તાર છે અને અરિજિતે આ ફ્લેટ સાત બંગલા વિસ્તારમાં સવિતા કો ઓપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં લીધા છે. આ તમામ ફ્લેટનું રજિસ્ટ્રેશન 22 જાન્યુઆરીએ કરવામાં આવ્યું હતું.

સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે આ ફ્લેટનો વિસ્તાર અને કિંમત 32 સ્કવેયર મીટર (1.80 કરોડ), 70 સ્કવેયર મીટર (2.20 કરોડ), 80 સ્ક્વેયર મીટર (2.60 કરોડ) અને 70 સ્કવેયર મીટર (2.50 કરોડ) છે. આમ, અરિજીતે આ ચારેય ફ્લેટ માટે અંદાજે 9 કરોડ રૂપિયા ચુકવ્યા છે.

સામાન્ય રીતે સેલિબ્રિટી પોતાની પ્રાઇવસી માટે બિલ્ડિંગનો આખો ફ્લોર પોતાના નામે કરી લે છે. આ કારણે જ અરિજીતે આખા ફ્લોરના ચાર ફ્લેટ એકસાથે ખરીદી લીધા છે.