બોલિવૂડમાં ડ્રગ્સ : NCB ઓફિસમાં અર્જુન રામપાલ બીજીવાર પહોંચ્યો.

0
6

ડ્રગ્સ કેસમાં બોલિવૂડ એક્ટર અર્જુન રામપાલ સોમવાર, 21 ડિસેમ્બરના રોજ NCBની ઓફિસ પૂછપરછ માટે આવ્યો છે. આ પહેલાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)એ અર્જુનને પૂછપરછ માટે 16 ડિસેમ્બરના રોજ બોલાવ્યો હતો. જોકે, અર્જુને કહ્યું હતું કે તે કોઈ અંગત કામમાં વ્યસ્ત છે અને તેથી જ તે 16 ડિસેમ્બરે આવી શકશે નહીં. આજે (21 ડિસેમ્બર) અર્જુન રામપાલ પોતાની સાથે કેટલાંક પેપર્સ લઈને આવ્યો છે. રામપાલના ઘરમાંથી જપ્ત ઈલેક્ટ્રોનિક્સ ડિવાઈસના રિપોર્ટ આવ્યા બાદ NCBએ તેને બીજીવાર બોલાવ્યો છે.

13 નવેમ્બરની પૂછપરછ પછી અર્જુન રામપાલે મીડિયામાં કહ્યું હતું, ‘હું NCBની દરેક તપાસમાં સહયોગ કરીશ.’ આ પહેલાં NCBને રામપાલના ઘરે 9 નવેમ્બરના રોજ દરોડા પાડ્યા હતા. ત્યારબાદ 11 તથા 12 નવેમ્બરના રોજ અર્જુનની લિવ ઈન પાર્ટનર ગેબ્રિએલની પૂછપરછ કરી હતી. તપાસ એજન્સીએ રામપાલના ડ્રાઈવરની પણ કલાકો સુધી પૂછપરછ કરી હતી. NCBના સૂત્રો પ્રમાણે, રામપાલના ઘરમાંથી કેટલીક પ્રતિબંધિત દવાઓ મળી હતી. જોકે, પહેલીવાર થયેલી પૂછપરછ અંગે NCBએ કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નહોતું.

રિપોર્ટ્સ મુજબ, અર્જુન રામપાલના ઘરે રેડ દરમિયાન અમુક બૅન દવાઓ મળી હતી. NCBના અધિકારીઓએ તે સમયે કહ્યું હતું કે અર્જુન અને ગેબ્રિએલ બંનેએ જવાબ આપવો પડશે કે તેમની પાસે આ દવાઓ ક્યાંથી આવી છે અને શું આના માટે તેમની પાસે કોઈ લીગલ પ્રિસ્ક્રિપ્શન છે કે નહિ. આ સિવાય તેના ઘરેથી અમુક મોબાઈલ ફોન અને લેપટોપ પણ સીઝ કરવામાં આવ્યાં હતાં. તપાસ એજન્સીએ રામપાલના ડ્રાઈવરને પણ કસ્ટડીમાં લઈને ઘણા કલાક સુધી પૂછપરછ કરી હતી. ત્યારબાદ એક્ટરના મુંબઈના ઘરે રેડ પાડવામાં આવી હતી.

દીપિકાની ડ્રગ્સ ચેટમાં પણ અર્જુનનું નામ હોવાની અટકળ

દીપિકા પાદુકોણની ડ્રગ્સ ચેટનો ખુલાસો થતાં NCBએ ઓક્ટોબર મહિનામાં દીપિકા પાદુકોણની પૂછપરછ કરી હતી. દીપિકાએ ચેટમાં A નામના વ્યક્તિનો ઉલ્લેખ કર્યો હતો. અટકળો છે કે A એટલે અર્જુન રામપાલ હોઈ શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here