સફળતા – પત્ની ગર્ભવતી હતી ત્યારે સચીનભાઇએ અકસ્માતમાં બંને હાથ અને એક પગ ગુમાવ્યા છતાં જીંદગીની કસોટીમાં પાસ

0
25
  • હૌંસલે હો બુલંદ તો હાથ કી લકીરો મેં કિસ્મત નહીં ઢૂંઢતે, નવસારીના સુગંધીએ જીંદગીની સુગંધ ફેલાવી

સીએન 24,ગુજરાત

ખારેલઘણા લોકોને પોતાના નસીબને કોસવાની આદત હોય છે, ફલાણાએ સાથ ન આપ્યો એટલે હું નિષ્ફળ ગયો- આ એમનું પેટન્ટ વાક્ય હોય છે.  જોકે, ઘણા એવાય હોય છે જેની પાસેથી ભગવાને બે હાથ પણ છીનવી લીધા હોય છે, છતાંય આ લોકો એવું કામ કરી જાય છે કે હાથવાળાય પોતાના હાથ ઘસતા રહી જાય સફળતા મેળવવા કોઇના સાથ કે હાથની નહીં,પણ હૈયે હામ અને દિલમાં લગન હોવી જરૂરી છે. આજે આપણે પણ એવા એક પુરુષની વાત કરવી છે જેને હાથ નથી છતાંય બેઉ હાથે તેઓ પોતાનું જીવન જીવી રહ્યાં છે અને પોતાને અને પોતોના પરિવારને પગભર બનાવવા માટે જીવનરૂપી સંઘર્ષ કરી રહ્યા છે.

સચિનભાઇએ ધીરેધીરે પોતાના હાથે ખાવાનું, લખવાનું, વાહન ચલાવવાનું, પોતાના કાર્ય કરવાનું શરૂ કર્યું
કહેવાય છે ને કે હોંસલે હો બુલંદ તો હાથકી લકીરો મે કિસ્મત નહીં ઢૂંઢતે આ ઉક્તિને સાર્થક કરતા મહારાષ્ટ્રના ધુલીયામાં ફાર્મસીના અભ્યાસ બાદ નવસારીમાં નોકરી-ધંધાર્થે સ્થાયી થયેલા સચિન સુગંધી સાથે એક એવી ઘટના બની કે જેને કારણે સચિન સુગંધીના પરિવાર પર દુ:ખનો પહાડ તુટી પડ્યો. ટ્રેન મારફતે અમદાવાદથી પરત ફરેલા સચિન સુગંધીનો પગ નવસારી રેલવે સ્ટેશન ખાતે પ્લેટફોર્મ અને ટ્રેન વચ્ચે ફસાઇ ગયો જેને બહાર કાઢવા માટે તેમણે પોતાના હાથથી પ્રયત્ન કર્યો, પરંતુ તેમના પ્રયત્ન પર ટ્રેન ફરી વળી. આ ઘટના બાદ કમનસીબે સચિનભાઇએ તેમના બન્ને હાથ અને ડાબો પગ ગુમાવવા પડ્યા. જોકે આ દુ:ખના સમયમાં પૂરા પરિવારે સચિનભાઇને સહકાર આપી જીવન જીવવા માટે આત્મવિશ્વાસ આપ્યો. પરિવારે તેમને હંમેશા યાદ અપાવ્યું કે જે બની ગયું છે તેના વિશે ક્યારેય વિચારવું નહીં. ભૂતકાળને ભૂલી વર્તમાનમાં જીવવું અને ભવિષ્યનું ઘડતર કરવું પરિવારની આ સાંત્વનાને જીવનમંત્ર બનાવી લીધો. આ ઘટના સમયે તેમના ગર્ભવતી પત્ની મોના ઉર્ફે મયુરીબેને  અર્ધાંગિનીની ભૂમિકા ખૂબ જ સહજતાથી નિભાવી. દરેકના સાથ સહકારથી સચિને તેની જિંદગીનો બીજો અધ્યાય શરૂ કર્યો. સચિનભાઇએ ધીરેધીરે પોતાના હાથે ખાવાનું, લખવાનું, વાહન ચલાવવાનું, પોતાના કાર્ય કરવાનું શરૂ કર્યું. કહેવાય છે ને કે ‘સફળતાએ જિંદગીની હસ્તરેખામાં નથી હોતી’ આ બાબત ખરેખર સચિનભાઇએ સાર્થક કરી બતાવ્યું છે.

દીકરીના સ્મિત અને પત્નીની હૂંફે ડગવા ન દીધો
સચિનભાઇએ પાર્ટનરશીપમાં નવસારી ખાતે કૃષ્ણા નામની મેડીકલની દુકાન શરૂ કરી. સચિનભાઇ દુકાનમાં બિલ બનાવવા, ગ્રાહકોને દવા આપવી, નાણાંની લેવડ-દેવડ દરેક પ્રકારની કામગીરી તેઓ જાતે જ કરે છે. આ સાથે જ સચીનભાઇ પોતાના ઘરે પણ રોજબરોજના કાર્યમાં પારંગત થઇ ગયા છે. દીકરીના સ્મિત અને પત્નીની હૂંફથી ક્યારેય જીંદગીમાં ડગવા દીધો નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here