દશેરા : સુરત : પોલીસ દ્વારા પોલીસ હેડ ક્વાર્ટર ખાતે શસ્ત્રપૂજા.

0
4

દશેરા પર્વ પર શસ્ત્રપૂજાનું ઘણું મહત્વ રહ્યું છે, જેના પગલે આજ રોજ દશેરાના પાવન પર્વ નિમિત્તે શહેર પોલીસ દ્વારા અઠવાલાઇન્સ સ્થિત પોલીસ હેડ ક્વાર્ટર ખાતે શસ્ત્રપૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેર પોલીસ કમિશનર દ્વારા ધાર્મિક વિધિ મુજબ શસ્ત્રપૂજા કરવામાં આવી હતી. આ પ્રસંગે શહેર પોલીસ કમિશનરે પ્રજાને સુરક્ષા પુરી પાડવાની ખાતરી આપી હતી. શહેરીજનો તરફથી પણ સાથ અને સહકાર મળતો રહે તેવી આશા સુરત પોલીસ કમિશનરે વ્યક્ત કરી હતી.

પોલીસના ઉચ્ચ અધિકારીઓ શસ્ત્રપૂજામાં જોડાયા

દશેરા પર્વ નિમિત્તે આજ રોજ સુરત પોલીસ દ્વારા શસ્ત્રપૂજાનું આયોજન અઠવાલાઇન્સ ખાતે આવેલ પોલીસ હેડ ક્વાર્ટર ખાતે કરવામાં આવ્યું હતું. સુરત પોલીસ કમિશનર અજય તોમર દ્વારા ધાર્મિક વિધિ પ્રમાણે શસ્ત્રપૂજા કરવામાં આવી હતી. જ્યાં સુરત પોલીસના ઉચ્ચ અધિકારીઓ, ડીસીપી, એસીપી, સહિત પીઆઇ કક્ષાના અધિકારીઓ આ પ્રસંગે હાજર રહ્યા હતા.

પોલીસ હંમેશા પ્રજાની સુરક્ષા અને રક્ષા કરવા માટે કટિબંધ

આ અંગે સુરત પોલીસ કમિશનર અજય તોમરે જણાવ્યું હતું કે, પ્રજાની સુરક્ષા અને સલામતી પોલીસની જવાબદારી છે. પોલીસ હંમેશા પ્રજાની સુરક્ષા કરવા માટેની ખાતરી આપે છે. પ્રજા તરફથી હમણાં સુધી જે સાથ-સહકાર મળતો આવ્યો છે, તે આગળ પણ આ પ્રમાણે મળતો રહે તેવી આશા રાખીએ છીએ. પોલીસ હંમેશા પ્રજાની સુરક્ષા અને રક્ષા કરવા માટે કટિબંધ છે.

દર વર્ષે સુરત પોલીસ દ્વારા દશેરાના પર્વ પર શસ્ત્રપૂજાનું આયોજન

દશેરાના પર્વ પર શસ્ત્રપૂજાનું ઘણું મહત્વ વર્ષોથી ચાલી આવ્યું છે. દર વર્ષે સુરત પોલીસ દ્વારા દશેરાના પર્વ પર શસ્ત્રપૂજાનું આયોજન કરવામાં આવે છે. જ્યાં ચાલુ વર્ષે દશેરાના શુભ-પ્રસંગે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.