આર્મી ચીફ જનરલ નરવણે આવતા મહિને નેપાળની મુલાકાત લેશે, તેમને ત્યાં માનદ જનરલનો રેન્ક સોંપાશે.

0
0

ભારત અને નેપાળ વચ્ચે સબંધ સારા બનાવવા માટેના પ્રયાસ ઝડપી થઈ રહ્યા છે. સરહદ વિવાદ બાદ પહેલી વખત ભારતીય સેનાધ્યક્ષ એમ એમ નરવણે નેપાળ પ્રવાસે જશે. તેમનો આ પ્રવાસ આગામી મહિને થશે. જો કે હજી સુધી તેમના પ્રવાસ બાબતે કોઈ તારીખ નક્કી કરવામાં આવી નથી. નેપાળ સેનાએ બુધવારે આ બાબતે કહ્યું કે તેમના પ્રવાસને નેપાળ સરકારે 3 ફેબ્રુઆરીએ જ મંજૂરી આપી દીધી હતી. પણ બંને દેશમાં કોરોનાના કારણે લોકડાઉન થતાં પ્રવાસ ટાળવામાં આવ્યો હતો.

નેપાળ આર્મીના પ્રવક્તા બ્રિગેડિયર સંતોષ પૌડેલે કહ્યું હતું કે, પ્રવાસની તારીખો નક્કી કરવા માટે બંને પક્ષ સંપર્કમાં છે.આ દરમિયાન, નેપાળના રાષ્ટ્રપતિ બિદ્યા દેવી ભંડારી જનરલ નરવણેને નેપાળ સેનાના માનદ જનરલનો રેન્ક સોંપાશે. તે 1950થી ચાલી રહેલી 70 વર્ષ જૂની પરંપરા છે. આ અંતર્ગત, બંને દેશો એક બીજાના લશ્કરી વડાઓને માન-સન્માન રેન્ક સોંપે છે.

જનરલ નરવણેના નિવેદનથી નેપાળ નારાજ હતુ

નેપાળ અને ભારત વચ્ચે આ વર્ષે મે મહિનાથી જ તણાવ છે. એવામાં જનરલ નરવણેનો નેપાળ પ્રવાસ ખૂબ જ મહત્વનો માનવામાં આવી રહ્યો છે. જનરલ નરવણેએ મે માહિનામાં જ કહ્યું હતું કે નેપાળ સરહદ વિવાદનો મુદ્દો બીજા દેશના ઉશ્કેરણી પર ઉઠાવી રહ્યું છે.લીપુલેખથી માનસારોવર વચ્ચે બનેલા ભારતના રસ્તા મામલે સવાલ ઊભા કરી રહ્યું છે. તેમણે ચીનનું નામ લીધૂ ન હતું, પણ નેપાળે તેમના આ નિવેદન બાબતે નારાજગી વ્યક્ત કરી હતી. નેપાળના રક્ષા મંત્રી ઈશ્વર પોખરેલે જનરલ નરવણેના આ નિવેદનને અપમાંજનક ગણાવ્યું હતું. અને કહ્યું હતું કે ભારત નેપાળનો ઇતિહાસ, સામાજિક વિશેષતાઓ અને આઝાદીને અવગણી રહ્યું છે.

સંબંધ સુધારવા માટે અનેક પ્રયાસો થયા

હાલના મહિનાઓમાં જ બંને દેશો વચ્ચે સંબંધ સારા બનાવવા બાતે પ્રયાસ કરવામાં આવ્યા છે. ઓગસ્ટમાં નેપાળના વડાપ્રધાન કેપી શર્મા ઓલીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફોન કરીને વાતચીત કરી હતી. ઓલીએ મોદી અને ભારતની જનતાને 74માં સ્વતંત્રતા દિવસની શુભકામના પાઠવી હતી. બંને નેતાઓની વચ્ચે અનેક મુદ્દાઓ પર વાતચીત થઈ હતી. ત્યાર બાદ 17 ઓગસ્ટે કાઠમાંડુમાં બંને દેશોના અધિકારીઓએ વચ્ચે બેઠાઈ યોજાઇ હતી. નેપાળના વિદેશ સચિવ શંકરદાસ બેરાગી અને ભારતીય અધિકારીઓની ટીમે તેમાં ભાગ લીધો હતો. બેઠકમાં બંને દેશોના સંયુક્ત પ્રોજેક્ટને આગળ વધારવા અંગે ચર્ચા થઈ હતી.

બંને દેશો વચ્ચે કેવી રીતે શરૂ થયો વિવાદ

ભારતે 2 નવેમ્બર 2019ના રોજ પોતાનો નવો રાજકીય નકશો બહાર પાડ્યો હતો. નેપાળે આ અંગે વાંધો ઉઠાવ્યો હતો અને કલાપાની, લિમ્પીયાધુરા અને લિપુલેખ વિસ્તારોને પોતાનો પ્રદેશ ગણાવ્યો હતો. આ વર્ષે 18 મેના રોજ નેપાળે આ ત્રણેય ક્ષેત્રને આવરી લેતો નવો નકશો બહાર પાડ્યો. આ નકશાને પોતાની સંસદના બંને ગૃહોમાં પાસ કરાવ્યો હતો. ત્યાર બાદથી બંને દેશો વચ્ચે તણાવ વધ્યો હતો. મે-જૂનમાં, નેપાળે ભારતની સરહદો પર સૈનિકોની સંખ્યામાં વધારો કર્યો. બિહારમાં નેપાળી સૈનિકોએ ભારત-નેપાળ બોર્ડર પર કેટલાક ભારતીયો પર ફાયરિંગ પણ કર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here