સેનાધ્યક્ષ નરવણે આજથી 3 દિવસના નેપાળના પ્રવાસે : સરહદ વિવાદ બાદ આર્મી ચીફની નેપાળની આ પ્રથમ મુલાકાત.

0
12

આર્મી ચીફ જનરલ એમ.એમ. નરવણે આજથી 3 દિવસની નેપાળના પ્રવાસે છે. નેપાળના આર્મી ચીફ પૂર્ણ ચંદ્ર થાપાએ નરવણેને આમંત્રિત કર્યા હતા. નેપાળ સાથે સરહદ વિવાદ બાદ નરવણેની આ પહેલી મુલાકાત છે. ગુરુવારે કાઠમંડુમાં યોજાનારા કાર્યક્રમમાં આર્મી ચીફ ભારત વતી નેપાળને મેડિકલ સહાય આપશે. તેમાં દવાઓ અને મેડિકલ સાધનો સામેલ છે.

નેપાળમાં ભારતના સિનિયર ઓફિસરે જણાવ્યુ કે કોરોનાના વધતાં કેસને ધ્યાનમાં રાખીને મેડિકલ સહાયતા નેપાળ માટે મહત્વપૂર્ણ છે. કોરોના જેવી મહામારીના સમયમાં પણ ભારત સતત પાડોશી દેશોની મદદ કરી રહ્યું છે.

નરવણેને નેપાળી સેનાના માનદ જનરલનો રેન્ક આપવામાં આવશે
ગુરુવારે નેપાળ આર્મી હેડક્વાર્ટર ખાતે યોજાનારા કાર્યક્રમમાં જનરલ નરવણેને નેપાળી સેનાના માનદ જનરલનો રેન્ક આપવામાં આવશે. 1950થી ચાલી આવેલી આ 70 વર્ષ જૂની પરંપરા છે. આ અંતર્ગત બંને દેશો એક-બીજાના લશ્કરી વડાઓને માનદ હોદ્દો આપે છે. નરવણે નેપાળના આર્મી પેવેલિયન ખાતે શહીદ સ્મારક પર શ્રદ્ધાંજલિ આપશે. નરવણેની નેપાળના આર્મી ચીફ સાથે બેઠક પણ મળશે.

નરવણે શિવપુરીમાં આર્મી કમાન્ડ અને સ્ટાફ કોલેજમાં વિદ્યાર્થીઓને સંબોધન કરશે. નેપાળના વડાપ્રધાન કેપી શર્મા ઓલી સાથે પણ મુલાકાત કરશે. નેપાળ જતા પહેલા નરવણેએ કહ્યું કે આ મુલાકાત બંને દેશોના સંબંધોને મજબૂત બનાવશે.

નરવણેના નિવેદનથી નેપાળ નારાજ હતુ

નેપાળ અને ભારત વચ્ચે આ વર્ષે મે મહિનાથી જ તણાવ છે. આવી સ્થિતિમાં જનરલ નરવણેની નેપાળની મુલાકાત ખૂબ મહત્વની માનવામાં આવે છે. નરવણેએ મે મહિનામાં કહ્યું હતું કે નેપાળ કોઈ અન્ય દેશની ઉશ્કેરણીમાં સરહદ વિવાદનો મુદ્દો ઉઠાવી રહ્યું છે. લીપુલેખથી માનસરોવર વચ્ચે બનેલા ભારતીય માર્ગ બાબતેસવાલ ઉઠાવી રહ્યું છે. તેમણે ચીનનું નામ લીધૂ ન હતુ, પરંતુ નેપાળે તેમના નિવેદનમાં નારાજગી વ્યક્ત કરી હતી. નેપાળે નરવણેના નિવેદનને અપમાનજનક ગણાવ્યું હતું.

કેવી રીતે શરૂ થયો વિવાદ?

ભારતે 2 નવેમ્બર 2019ના રોજ પોતાનો નવો નકશો બહાર પાડ્યો હતો. આ બાબતે નેપાળે કાલાપાની, લિમ્પીયાધુરા અને લીપુલેખ ક્ષેત્રને પોતાનો વિસ્તાર ગણાવતા વાંધો ઉઠાવ્યો હતો. આ વર્ષે 18 મેના રોજ નેપાળે આ ત્રણેય ક્ષેત્રને આવરી લેતો નવો નકશો બહાર પાડ્યો હતો. આ નકશાને સંસદના બંને ગૃહોમાં પાસ કરાવ્યો હતો. આ પછી, બંને દેશો વચ્ચે તણાવ વધ્યો. મે-જૂનમાં નેપાળે ભારતની સરહદો પર સૈનિકો વધાર્યા હતા. બિહારમાં ભારત-નેપાળ બોર્ડર પર નેપાળી સૈનિકો કેટલાક ભારતીયો પર ફાયરિંગ પણ કરવામાં કર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here