પંચમહાલ : છેલ્લા બે મહિના થી ઘોઘંબા તાલુકા નો આર્મી જવાન ગુમ, પરિવારે લીધો સોસીયલ મીડિયા નો સહારો

0
63
દેશ સેવા કરવાની ભાવના સાથે  આર્મી માં જોડાનાર જયેશ પરમાર છેલ્લા બે મહિના ગુમ થઈ જતા ઘોઘંબા માં ચર્ચા નો વિષય બન્યો છે . પોલીસ નો સહકાર ના મળતા માતા પિતા ભાંગી પડતા  ગ્રામજનોએ સોસીયલ મીડિયા નો સહારો લઈ યુવાન ને શોધવાના તમામ પ્રયાસો હાથ ધર્યા છે .
શેરપુરા નો જયેશ પરમાર નામનો યુવક દેશ ની સુરક્ષા માટે કંઈક કરી છૂટવાની ભાવના સાથે 2017 માં આણંદ ખાતે યોજાયેલ આર્મી ભરતી મેળામાં ભાગ લઈ તમામ કસોટી ઓ માંથી પાર ઉતરી સિલેક્ટ થયો હતો ત્યારબાદ નીતિ નિયમ મુજબ તેને એક વર્ષ ની ટ્રેનિંગ માટે પ્રથમ પુના મોકલ્યો હતો 6 માસ ની ટ્રેનિંગ બાદ પખવાડિયા ની રજા મળતા વતન આવ્યા બાદ ફરી 6 મહિના ની ટ્રેનિંગ માટે આર્મી દ્વારા બેંગ્લોર મોકલ્યો હતો આમ એક વર્ષ ની ટ્રેનિંગ પુરી થયા બાદ જયેશ પરમાર ઘરે પરત આવ્યો હતો. ત્યાર પછી તેની પોસ્ટિંગ પંજાબ અમૃતસર ખાતે 116 એન્જીનયરિંગ ,રેજીમેન્ટ માં સિપાહી તરીકે કરતા ગત 28 મેં ના રોજ નોકરી ના સ્થળે હાજર થઈ ગયો હતો.28 મેં થી 16 જૂન સુધી 20 એક દિવસ ફરજ બજાવ્યા બાદ જયેશ પરમાર નોકરી ના સ્થળ પરથી કોઈપણ જાતની જાણ કર્યા વગર નીકળી ગયો હોવાની જાણ કરતો ફોન રેજીમેન્ટના  મેજર દ્વારા જયેશ ના પિતા ભીમસિંહ ઉપર આવ્યો હતો
પરિવારજનો એ તાત્કાલિક જયેશ ના મોબાઈલ નંબર ઉપર સંપર્ક સાધવાના પ્રયાસ કર્યા બાદ મહામહેનતે તેનો સંપર્ક થયો . પરિવારજન અને પિતા સાથે વાતચીત થયા બાદ નોકરી ના સ્થળે પરત ફરી જવાના સમજાવટ પછી . જ્યેશે નોકરી ઉપર પરત જવાનું માન્યું . પરંતુ ફોન દ્વારા કરાઈ રહેલા સંપર્ક દરમિયાન 20 જૂન સુધી તે અમૃતસર પહોંચ્યો ન હતો.છેલ્લે 20જૂને મોબાઈલ ઉપર પિતા અને અન્ય સબંધી સાથે કરેલી વાતચીત માં તે દિલ્હી રેલવેસ્ટેશન ઉપર હોવાનું જણાવી અમૃતસર જઈ રહ્યો હોવાનું કહ્યું હતું . ત્યારબાદ તેનો ફોન બંધ થઈ ગયો હતો . જે આજદિન સુધી બંધ છે
જયેશ ના પિતા ભીમસિંહ દ્વારા અપાયેલી માહિતી માં તેઓએ જણાવ્યું હતું કે જયેશ નોકરી ના સ્થળે નીકળી ગયા બાદ તેની રેજીમેન્ટ દ્વારા બે પત્ર તેઓને મળ્યા છે જેમાં જયેશ ગુમ થયા અને પુન: નોકરી ના સ્થળે હાજર થવા જણાવ્યું છે .
જયેશ ના ગુમ થયાબાદ દસ દિવસ ની શોધખોળ બાદ અડાદરા આઉટપોસ્ટ માં જાણવાજોગ ફરિયાદ નોંધવાઈ છે પરંતુ પોલીસ નો કોઈ સહકાર હજુ સુધી ભીમસિંહ ને મળ્યો નથી . પોલીસ ની નિષ્ક્રિય તાને કારણે આજદિન શુધી જયેશ ના કોઈ વાવડ મળ્યા નથી . પરિવારજનો પોતાના જુવાન જોધ દીકરા ની રાહ જોતો ચોધાર આંસુ એ રડી રહ્યો છે
* ઘોઘંબા નો આર્મી જવાન ગુમ
* પંજાબ અમૃતસર માં હતી પોસ્ટ
* બે મહિના થી યુવાન ગુમ પોલીસ નિષ્ક્રિય
 * અમૃતસર થી રજા લીધા વગર આવતો હતો પરત
* મોબાઈલ ફોન બંધ આવતા પરિવાર જનો માં ચિંતાગ્રસ્ત
* અડાદરા આઉટપોસ્ટ ના જમાદાર ની ઢીલી તપાસ
રિપોર્ટર : ફિરોજ શેખ, CN24NEWS, ઘોઘંબા, પંચમહાલ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here