કાશ્મીર : સેનાએ 4 આતંકીઓને ઠાર કર્યા, લોકડાઉનના પગલે લોકો અંતિમવિધિમાં ન ઉમટે તે માટે પોલીસે નામ જાહેર કર્યા નથી

0
5

શ્રીનગર. જમ્મુ-કાશ્મીરમાં બુધવારે રાતે સેનાના એન્કાઉટરમાં ચાર આંતકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે. એન્કાઉન્ટર સાઉથ કાશમીરના શોપિયામાં થયું હતું. જોકે સેના અને પોલીસે આ આતંકીઓનું નામ જણાવ્યું નથી. પોલીસે આ સાવધાની એટલા માટે રાખી છે કે આતંકીઓના સમર્થક, તેમના સંબંધી અને મિત્રો મોટી સંખ્યામાં અંતિમ વિધીમાં સામેલ ન થઈ શકે.

જવાનોએ આ આતંકીઓના શબનું પોસ્ટમોર્ટમ કરીને ડીએનએ સેમ્પલ લીધા છે. પછીથી આતંકીઓના શબને ગાંદરબલમાં દફનાવવામાં આવ્યા હતા. જ્યાં વિદેશી આતંકવાદીઓ માટે કબ્રસ્તાન છે. તેની વીડિયોગ્રાફી પણ કરવામાં આવી છે.

પોલીસના જણાવ્યા મુજબ ત્રણ પરિવારની આ માટે ઓળખ કરવામાં આવી છે. જો આતંકીની ઓળખ થાય છે તો પરિવારને અંતિમવિધીમાં હાજર રહેવા દેવામાં આવશે. જોકે ભવિષ્યમાં કોઈ દાવો કરે તેને ધ્યાનમાં રાખીને ડીએનએ સેમ્પલ પણ લેવામાં આવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here