અર્નબની રાત લોક-અપમાં પસાર થઈ : જામીન વિશે મુંબઈ હાઈકોર્ટમાં આજે સુનાવણી થઈ શકે છે, 14 દિવસની કસ્ટડીમાં છે.

0
11

રિપબ્લિક મીડિયા નેટવર્કના એડિટર-ઈન-ચીફ અર્નબ ગોસ્વામીને રાયગઢની લોકલ કોર્ટમાં બુધવારે 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે. એટવલે કે અર્નબને 18 નવેમ્બર સુધી જેલમાં રહેવું પડશે. જોકે બુધવારે તેમને જેલમાં શિફ્ટ કરવામાં આવ્યા નહતા. અર્નબની એક રાત સ્કૂલમાં પસાર થઈ. જ્યાં અલીબાગ પોલીસ સ્ટેશનના બંધ આરોપીઓ માટે કોવિડ સેન્ટર બનાવવામાં આવ્યું છે.

મુંબઈ પોલીસે અર્નબની બુધવારે સવારે તેમના ઘરેથી ધરપકડ કરી હતી. અર્નબે મુંબઈ હાઈકોર્ટમાં જામીન માટે અરજી કરી છે. તે વિશે આજે સુનાવણી થવાની શક્યતા છે. અર્નબના વકીલ આબાદ પોંડાનું કહેવું છે કે, હાઈકોર્ટે પોલીસ પાસે જવાબ માંગ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here