સમગ્ર વિશ્વમાં વર્ષ 2019માં અત્યારસુધીમાં ઓરીના કેસમાં 3 ગણો વધારો નોંધાયો

0
42

હેલ્થ ડેસ્ક. વેક્સિન કે રસીબાદ પણ સમગ્ર વિશ્વભરમાં મીઝલ્સ એટલે કે ઓરીના કિસ્સામાં 3 ગણો વધારો જોવા મળી રહ્યો છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે અત્યાર સુધીમા 7 મહિનામાં ઓરીના કેસમાં 3 ગણો વધારો થયો છે. વર્લ્ડ હેલ્થ ર્ગેનાઈઝેશન(WHO)એ આ વાતની જાણકારી આપી છે અને જણાવ્યું કે સમગ્ર વિશ્વભરમાં ઓરીની રસીને લઈને લોકો વિરોધ કરી રહ્યા છે.

2006 બાદ ઓરીના સૌથી વધારે કેસ નોંધાયા

WHOના આંકડા અનુસાર, વર્ષ 2019ના શરૂઆતના 7 મહિનામાં સમગ્ર વિશ્વભરમાં ઓરીના અંદાજે 3 લાખ 64 હજાર 808 કેસ નોંધાયા હતા. જ્યારે ગત વર્ષે 2018માં આ સમય દરમિયાન માત્ર 1 લાખ 29 હજાર 239 કેસ નોંધાયા હતા. WHOના પ્રવક્તા ક્રિસ્ચિયન લિંડમેયરે કહ્યું કે, વર્ષ 2006 બાદથી ઓરીના સૌથી વધારે કેસ નોંધાયા છે. આ આંકડા એટલા માટે પણ ચોંકાવનારા છે, કેમ કે, દુનિયાભરમાં માત્ર 10માંથી 1 કેસની સત્તાવાર નોંધ થાય છે, જ્યારે બીજા નેવું ટકાકિસ્સાઓમાં તેનો રિપોર્ટ પણ નથી હોતો.

10-12 દિવસ બાદ દેખાય છે લક્ષણ

મીઝલ્સ એટલે કે ઓરી એક ચેપી રોગ છે. સુરક્ષિત અને પ્રભાવી રસી ઉપલબ્ધ હોવા છતાં આ બીમારી વિશ્વ સ્તરે નાનાં બાળકોના મૃત્યુનું મહત્ત્વનું કારણ બની રહી છે. WHOના જણાવ્યા અનુસાર, જે વ્યક્તિને ઓરીનો રોગ થયો હોય છે તેને ઉધરસ કે છીંક આવે છે ત્યારે તેમાંથી નીકળતા જીવાણોઓ હવામાં ફેલાય છે અને બીજી વ્યક્તિના સંપર્કમાં આવવાથી તે ફેલાય છે. આ રોગનાં શરૂઆતી લક્ષણ 10થી 12 દિવસ બાદ દેખાય છે. જો કે, ઓરીને રોકવા માટે 2 ડોઝ રસી ઉપલબ્ધ છે. પરંતુ WHOના મત અનુસાર, છેલ્લા કેટલાક મહિનામાં રસી રેટમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

આફ્રિકામાં આ બીમારીમાં 900 ટકાનો વધારો

આફ્રિકામાં મીઝલ્સના કેસમાં 900 ટકાનો ગંજાવર વધારો જોવા મળી રહ્યો છે, તો બીજી તરફ અમેરિકામાં વર્ષ 2019માં અત્યાર સુધીમાં ઓરીના 1,200 કેસ સામે આવ્યા છે, જ્યારે 2018માં અમેરિકામાં માત્ર 372 કેસ નોંધાયા હતા. યુરોપમાં અત્યાર સુધીમાં 90 હજાર કરતાં વધારે ઓરીના કેસ નોંધાયા છે. WHOનો દાવો છે કે, ઓરીની રસી એકદમ સુરક્ષિત અને અસરકારક છે, પરંતુ લોકોમાં રસીને લઈને ભ્રમ અને ખોટી વાતો ફેલાવવામાં આવી રહી છે, જેના કારણે લોકો રસીકરણ નથી કરાવતા અને એટલા માટે ઓરીના કેસ વધી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here