દહેગામ : તલોદમાં આવેલ રાજેશ્વરી મેલડી માતાના લંગાગામમાં પુણ્યતિથિ પ્રસંગમાં તાલુકાના અધિકારીઓ દ્વારા વૃક્ષારોપણનું આયોજન.

0
16

તલોદ તાલુકાના લંગાગામ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.
તાલુકાના ધારાસભ્ય તાલુકાના ઉપપ્રમુખ તેમજ અન્ય અધિકારીઓ દ્વારા વૃક્ષારોપણનું કરવામાં આવ્યું આયોજન.

 

                

 

તલોદ તાલુકામાં વરસાદ વિરામ લેતા સ્થાનિક લોકોમાં તેમજ ખેડૂતો મા ચિંતાના વાદળ વરસી રહ્યા છે. તેવા સમયે તલોદ તાલુકાના લંગાગામ ખાતે આવેલ પરમ પૂજ્ય અતુલ માડીના પિતાની 11 મી પુણ્યતિથી નિમિત્તે તલોદના ધારાસભ્યશ્રી ગજેન્દ્રસિંહ પરમાર મામલતદાર શ્રી અગરસિંહ ચૌહાણ તાલુકા વિકાસ અધિકારી શ્રી હર્ષદભાઈ પટેલ તેમજ તલોદ તાલુકા પંચાયત ઉપપ્રમુખ રણજીતસિંહ તથા અન્ય આગેવાનો દ્વારા ભેગા મળીને વૃક્ષો વાવો વરસાદ લાવોના સુત્રો અનુસાર વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સરકારી નીતિ નિયમોનું પાલન કરીને સૌ ભેગા મળીને આ પ્રસંગને અનુરૂપ અતુલ માડીના સાનિધ્યમાં આ આયોજન કરવામાં આવ્યું હતું.

 

   

 

રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, CN24NEWS, દહેગામ, ગાંધીનગર