Tuesday, January 18, 2022
Homeધરપકડ : ગતરોજ બે જુદી જુદી જગ્યાએથી જુગાર રમતા કુલ 12 વ્યક્તિઓ...
Array

ધરપકડ : ગતરોજ બે જુદી જુદી જગ્યાએથી જુગાર રમતા કુલ 12 વ્યક્તિઓ સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી

ખેડા જિલ્લામાં જુગારની પ્રવૃત્તિઓ બે રોકટોક ચાલી રહી છે. આવી ગુનાહિત પ્રવૃત્તિઓને ડામવા માટે પોલીસ નક્કર કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે. ખેડા જિલ્લામાં ગતરોજ બે જુદી જુદી જગ્યાએથી જુગાર રમતા કુલ 12 વ્યક્તિઓ સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી છે. આ બન્ને બનાવોમાં કુલ રૂપિયા 27 હજાર 790ના રોકડ રકમ કબ્જે કરાઇ છે.

ડભાલી ગામના રસ્તા પર ખુલ્લી જગ્યામાં હારજીતનો જુગાર રમાતો

ગળતેશ્વર તાલુકાના મીઠાના મુવાડા ગામે ડભાલી ગામના રસ્તા પર ખુલ્લી જગ્યામાં હારજીતનો જુગાર રમાઈ રહ્યો હોવાની માહિતી સેવાલીયા પોલીસને મળી હતી. આથી પોલીસે ગત રાત્રે બાતમીના આધારે ઉપરોક્ત સ્થળે છાપો માર્યો હતો. જ્યાંથી જુગાર રમતા કાંતિ ચૌહાણ, રમેશ પરમાર, સાદીકમીંયા મલેક, મકબુલમીંયા ચૌહાણ (તમામ રહે. ઉમરેઠ), દિપક પરમાર (રહે. ઉંટખરી), પ્રફુલ્લ વ્યાસ (રહે. ડભાલી), રાજુ ટેલર અને સલીમ વ્હોરા (બન્ને રહે. ડાકોર)ને રંગે હાથે ઝડપી લીધા હતા. પોલીસે તમામ ઈસમો પાસેથી કુલ રોકડ રૂપિયા 21 હજાર 840 કબ્જે કરી તમામ સામે કાયદાકીય કાર્યવાહી હાથ ધરી દીધી છે.

રણછોડપુરા વિસ્તારમાંથી જુગારધામ પકડાયું

અન્ય એક જુગારનો બનાવ મહેમદાવાદ પંથકમાં સામે આવ્યો છે. મહેમદાવાદ તાલુકાના રૂદણ ગામે રણછોડપુરા વિસ્તારમાંથી જુગારધામ પકડાયું છે. જ્યાંથી જુગાર રમતા જશવંત પરમાર, મુકેશ પરમાર (બન્ને રહે. વતનની મુવાડી), મહેશ સોલંકી (રહે. રણછોડપુરા), વાઘજી પરમાર (રહે. કરોલી)ને ઝડપી લેવાયા છે. પોલીસે આ બનાવમાં કુલ રૂપિયા 5 હજાર 950નો રોકડ કબ્જે કરી તમામ ઈસમો સામે જુગાર ધારાની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular