ધરપકડ : ભાવનગર જિલ્લાના પોલીસની ટીમે વિદેશી શરાબની ખેપ મારતાં બુટલેગરને ઝડપી પાડ્યો

0
0

ભાવનગર જિલ્લાના ઘોઘા પોલીસ મથકની ટીમે પેટ્રોલિંગ દરમિયાન વિદેશી શરાબની ખેપ મારતાં ભૂંભલી ગામનાં બુટલેગરને ઝડપી લીધો છે. જેમાં પોલીસે વિદેશી દારુની 12 બોટલ અને બાઇક સાથે કુલ રૂપિયા 23 હજાર 600નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

ઘોઘા પોલીસને બાતમી મળી હતી કે, થોરડી ગામ તરફથી એક શખ્સ બાઈક પર વિદેશી શરાબનો જથ્થો લઈને ભૂતેશ્વર થઈને ભુંભલી ગામ તરફ જવાનો છે. જેના આધારે પોલીસની ટીમ વોચમાં ઉભી હતી, તે દરમિયાન તગડી ગામ બાજુથી આવી રહેલા એક બાઈકને અટકાવી ચાલકનું નામ-સરનામું અને તેની પાસે રહેલા મુદ્દામાલની તપાસ હાથ ધરી હતી.

પોલીસની પૂછપરછમાં બાઇક ચાલકે તેનું નામ મેહુલ ઉર્ફે કુબો ધરમશી બાંભણિયા (ઉ.વ.27 રહે. મૂળ ભુંભલી તા,ઘોઘા જી,ભાવનગર હાલ ઘોઘા રોડ પારૂલ સોસાયટી) વાળો હોવાનું જણાવ્યું હતું. જ્યારે પોલીસે બાઈક પર રહેલા પુઠાના કાર્ટુનની તલાસી લેતાં તેમાંથી અલગ-અલગ બ્રાન્ડની વિદેશી શરાબની બોટલ નંગ-12 મળી આવી હતી. પોલીસે બાઇક સાથે કુલ રૂપિયા 23 હજાર 600ના મુદ્દામાલ સાથે આરોપીની ધરપકડ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here