Wednesday, September 29, 2021
Homeધરપકડ : અકસ્માતમાં કેસમાં લાંચ માંગનારા ડીવાયએસપી અને કોન્સ્ટેબલની ધરપકડ કરી
Array

ધરપકડ : અકસ્માતમાં કેસમાં લાંચ માંગનારા ડીવાયએસપી અને કોન્સ્ટેબલની ધરપકડ કરી

અકસ્માતના કેસમાં કાર્યવાહી ન કરવા ફરિયાદી પાસે  બે કરોડ રૂપિયાની લાંચ માગવાના મામલામાં મુંબઇ એન્ટી કરપ્શન બ્યુરો (એસીબી)ના અધિકારીઓએ પરભણીના સેલૂ વિભાગના ડીવાયએસપી અને એક પોલીસ કોન્સ્ટેબલની ધરપકડ કરી છે. ફરિયાદીના ભાઇ પાસેથી લાંચના ૧૦ લાખ રૂપિયા લેતા પોલીસ કોન્સ્ટેબલને એસીબીએ પકડી લીધો હતો બાદમાં મુંબઇમાં ડીવાયએસપીના ઘરે સર્ચ ઓપરેશન હાથધરી ૨૪, ૮૪, ૦૦૦ રૂપિયા જપ્ત કરાયા હતા. ડીવાયએસપીની બેનામી સંપતીની માહિતી મેળવવામાં આવી રહી છે.

ફરિયાદીના  મિત્રનુ અકસ્માતમાં મોત થતા પરભણીના સેલૂ પોલીસ સ્ટેશનમાં ગત  ત્રણ મેના કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આ ગુના બાબતે મૃતકની પત્ની અને ફરિયાદી વચ્ચે મોબાઇલ ફોનમાં થયેલી વાત વાયરલ થઇ હતી.

સેલૂના ડીવાયએસપી રાજેન્દ્ર પાલ (ઉ.વ.૫૫) નવ જુલાઇના ફરિયાદીને તેની ઓફિસમાં બોલાવીને કહ્યું હતું કે તારી વાયરલ થયેલી કિલપ મે સાંભળી છે. તેને કેસમાંથી બહાર આવવું હોય તો બે કરોડ રૂપિયા આપવા પડશે.

ત્યારબાદ વારંવાર ફોન કરીને ફરિયાદીને ગાળો આપી તેમણે પૈસાની માગણી કરી હતી. ફરિયાદી આ રકમ આપવા તૈયાર નહોતો છેવટી ડીવાયએસપીએ દોઢ કરોડ રૂપિયા આપવા કહ્યું હતું.

બીજીતરફ ફરિયાદીએ આ બાબતની એસીબીને જાણ કરી હતી એસીબીના અધિકારીઓએ છટકું ગોઠવીને ફરિયાદીના ભાઇ પાસેથી ૧૦ લાખ રૂપિયાની લાંચ લેતા પરભણીના માનવત પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ ગણેશ ચવ્હાણ (ઉ.વ.૩૭)ને ઝડપી લીધો હતો. આ કેસમાં પાલ અને ચવ્હાણને પકડીને વધુ તપાસ શરૂ કરવામાં આવી હતી.

બીજીતરફ પાલના મુંબઇના નિવાસસ્થાને છાપો મારતા અંદાજે ૨૫ લાખ રૂપિયા મળી આવ્યા હતા એનો કોઇ હિસાબ નહોતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments