Saturday, September 18, 2021
Homeધરપકડ : મધ્યપ્રદેશથી સગીરાનું અપહરણ કરી ભાગેલ શખ્સને હળવદ પોલીસે ઝડપી લીધો
Array

ધરપકડ : મધ્યપ્રદેશથી સગીરાનું અપહરણ કરી ભાગેલ શખ્સને હળવદ પોલીસે ઝડપી લીધો

મધ્યપ્રદેશના રતલામ જિલ્લામાંથી સગીરાનું અપહરણ કરી ભાગેલ શખ્સને હળવદ પોલીસે ઝડપી લીધો છે પોલીસ દ્વારા આરોપીને અને સગીરાને હળવદ પોલીસ મથકે લઇ આવી મધ્યપ્રદેશ પોલીસને જાણ કરી તેઓને સોંપવામાં આવ્યા છે.

બનાવની જાણવા મળતી વિગતો મુજબ હળવદ પી.આઈ પી.એ દેકાવાડિયાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્કવોર્ડના યોગેશ દાન ગઢવી,દેવેન્દ્રસિંહ ઝાલા સહિતના પોલીસ જવાનો દ્વારા હળવદની સીમ વિસ્તારમાંથી મધ્યપ્રદેશના રતલામ જિલ્લાના રાવતી તાલુકા માથી સગીરાનું અપહરણ હળવદ સુધી આવી ગયેલ દિલીપભાઈ બાબાજી ભાઈ ભુરીયા રહે નાહરપુરા, જિલ્લો રતલામને સગીરા સાથે ઝડપી લીધો હતો.

હળવદ પોલીસે આરોપીને અને સગીરાને હળવદ પોલીસ મથકે લઇ આવી મધ્યપ્રદેશ પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી મધ્યપ્રદેશ પોલીસ હળવદ દોડી આવી અપહરણ કરતા શખ્સને અને સગીરાને હળવદ પોલીસે મધ્યપ્રદેશ પોલીસને સોંપ્યા હતા

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments