Monday, January 24, 2022
Homeવડોદરા : પીકઅપ ગાડીમાં કાકડીની આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ, 1.35 લાખના વિદેશી...
Array

વડોદરા : પીકઅપ ગાડીમાં કાકડીની આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ, 1.35 લાખના વિદેશી દારૂ સાથે 2 આરોપીની ધરપકડ.

વડોદરા. પાણીગેટ પોલીસે સોમા તળાવ ચાર રસ્તા પાસેથી પીકઅપ ગાડીમાં કાકડીની આડમાં લઈ જવાતા વિદેશી દારૂના જથ્થા સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસે 12 કોથળામાંથી વિદેશી દારૂની 1.35 લાખની કિંમતની 744 દારૂની બોટલો સાથે 4.36 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો છે. જ્યારે દારૂનો જથ્થો મોકલનાર તથા લેનાર બે શખ્સોને વોન્ટેડ જાહેર કર્યાં છે.

પકડાયેલો એક આરોપી મધ્યપ્રદેશના અલીરાજપુર અને બીજો છોટાઉદેપુરનો રહેવાસી હોવાનું ખુલ્યું

પાણીગેટ પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગ કરી રહ્યો હતો, તે દરમિયાન તેઓને બાતમી મળી હતી કે, શાકભાજીના પોટલા નીચે વિદેશી દારૂનો જથ્થો ભરી એક બોલેરો પીકઅપ ગાડી કપુરાઈ ચોકડીથી સોમા તળાવ તરફ જઈ રહી છે, જેના આધારે પોલીસે વોચ ગોઠવીને બાતમીવાળી ગાડીને અટકાવી હતી. પ્રાથમિક પૂછપરછમાં પીકઅપ ગાડી ચાલકે પોતાનું નામ લક્ષ્મણભાઈ રાઠવા(રહે, અલીરાજપુર, મધ્યપ્રદેશ) અને બાજુમાં બેઠેલા વ્યક્તિ શૈલેષભાઈ રાઠવા(રહે, છોટાઉદેપુર) હોવાનું જણાવ્યું હતું. પોલીસે ગાડીની તપાસ કરતા સડી ગયેલી કાકડીના પોટલાની નીચેથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે રૂપિયા 1,35,600ની કિંમતની દારૂની 744 બોટલ, બે મોબાઇલ ફોન અને પીકઅપ ગાડી સહિત કુલ રૂપિયા 4,36,600 નો મુદ્દામાલ કબજે કરી બંને શખ્સની ધરપકડ કરી હતી, જ્યારે આ દારૂનો જથ્થો મોકલનાર મધ્યપ્રદેશના જીતેન્દ્ર રાઠવા અને વડોદરામાં આ દારૂનો જથ્થો લેનાર રૂપેશ નામના વ્યક્તિને આ ગુનામાં વોન્ટેડ જાહેર કર્યાં છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular