કોરોના વર્લ્ડ : કેલિફોર્નિયામાં સ્ટે એટ હોમ ઓર્ડર સામે પ્રદર્શન કરનાર 30 લોકોની ધરપકડ; સ્પેનમાં પબ્લિક ટ્રાન્સપોર્ટમાં માસ્ક પહેરવું ફરજીયાત

0
7

ન્યૂયોર્ક. વિશ્વભરમાં કોરોના વાઈરસના અત્યાર સુધીમાં 34.84 લાખ કેસ નોંધાઈ ચૂક્યા છે. જ્યારે 2.45 લાખ લોકોએ જીવ ગુમાવ્યા છે. 11 લાખ 21 હજાર 499 લોકોને સારવાર પછી રજા અપાઈ છે. અમેરિકાના કેલિફોર્નિયામાં સ્ટે એટ હોમ ઓર્ડર સામે પ્રદર્શન કરનાર 30 લોકોની ધરપકડ કરાઈ છે, સ્પેનમાં પબ્લિક ટ્રાન્સપોર્ટમાં માસ્ક પહેરવું ફરજીયાત કરાયું છે.

અમેરિકામાં અત્યાર સુધીમાં 11 લાખ 60 હજાર 774 કેસ નોંધાયા છે. 67 હજાર 444 લોકોએ જીવ ગુમાવ્યા છે. 1.74 લાખ લોકોને સારવાર પછી રજા અપાઈ છે. અહીં 69.31 લાખ લોકોના ટેસ્ટ કરાયા છે.અમેરિકામાં 24 કલાકમાં 1638 લોકોએ જીવ ગુમાવ્યા છે. એક દિવસમાં 28 હજારથી વધારે નવા કેસ નોંધાયા છે. ટેક્સાસ રાજ્યમાં સ્ટે એટ હોમ ઓર્ડર હટાવી લેવાયો છે. અલબામા અને આઈડાહો સહિત ઘણા રાજ્યમાં પ્રતિબંધોમાં ઢીલ આપવાની શરુઆત કરાઈ છે. અમેરિકાની કોંગ્રેસે ટ્રમ્પ સરકારના રેપિડ કોવિડ-19 ટેસ્ટિંગ પ્રસ્તાવને ફગાવી દીધો છે.

કયા દેશમાં કોરોનાની આજે શું સ્થિતિ છે તે જોઈએ

દેશ કેસ મોત
અમેરિકા 1,160,774 67,444
સ્પેન 245,567 25,100
ઈટાલી 209,328 28,710
બ્રિટન 182,260 28,131
ફ્રાન્સ 168,396 24,760
જર્મની 164,967 6,812
તુર્કી 124,375 3,336
રશિયા 124,054 1,222
બ્રાઝીલ 97,100 6,761
ઈરાન 96,448 6,156
ચીન 82,877 4,633
કેનેડા 56,714 3,566
બેલ્જીયમ 49,517 7,765
પેરુ 42,534 1,200
નેધરલેન્ડ 40,236 4,987
ભારત 39,699 1,323
સ્વિત્ઝરલેન્ડ 29,817 1,762
સાઉદી અરબ 25,459 176
પોર્ટુગલ 25,190 1,023
મેક્સિકો 22,088 2,061
સ્વીડન 22,082 2,669
આયર્લેન્ડ 21,176 1,286
પાકિસ્તાન 19,103 440
ચીલી 18,435 247

 

બ્રિટન: વધુ 76 મિલિયન પાઉન્ડની ફાળવણી

બ્રિટનના મંત્રી રોબર્ટ જેનરિકે કહ્યું કે સરકાર કોરોનાથી પીડિત નબળા સમૂહોને મદદ માટે વધુ 76 મિલિયન પાઉન્ડની ફાળવણી કરશે. જેનરિકે ટ્વિટ કરી કહ્યું કે તેમા ઘરેલુ હિંસા, યૌન હિંસા અને કમજોર બાળકો સામેલ હશે. વ્યવસાયમાં સહાયતા આપવા માટે 617 મિલિયન ડોલરની મદદ કરાશે.  બ્રિટનમાં કુલ 1 લાખ 82 હજાર 260 પોઝિટિવ કેસ છે અને 18 હજાર 131 લોકો મોતને ભેટ્યા છે.

અપડેટ્સ

  • ચીનમાં છેલ્લા 24 કલકાકમાં 2 નવા કેસ નોંધાયા છે, જોકે કોઈ મૃત્યુ થયું નથી.
  • ઈજિપ્તમાં કોરોનાના 6 હજાર કેસ નોંધાયા છે અને 415 લોકોના મોત થયા છે
  • યુક્રેનમાં 11 હજાર 400 કેસ નોંધાયા છે અને  279 લોકોના મોત થયા છે.
  • સુદાનમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 592 થઈ છે અને 41 લોકોના મોત થયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here