કેરળ : ગર્ભવતી હાથણીને ફટાકડા આપીને મારવાના મામલામાં એક આરોપીની ધરપકડ, અન્ય શંકાસ્પદોની પૂછપરછ ચાલી રહી છે

0
7

તિરુવનંતપુરમ. કેરળના મલપ્પુરમમાં ગર્ભવતી હાથણીને ફળમાં દારૂગોળો ભરીને ખવડાવીને હત્યા કરવાના મામલામાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. રાજ્યના વન મંત્રી રાજુએ શુક્રવારે આ માહિતી આપી છે. તેમણે કહ્યું કે, આ મામલામાં અન્ય બીજા લોકો પણ સામેલ હતા. ઘણા શંકાસ્પદોની અટકાયત કરીને પુછપરછ કરવામાં આવી રહી છે.ટૂંક સમયમાં જ તમામની ધરપકડ કરી લેવાશે. એક દિવસ પહેલા જ કેરળના બે બિન સરકારી સંગઠનોએ હત્યારાઓની માહિતી આપવા પર દોઢ લાખ રૂપિયાનું ઈનામ આપવાની જાહેરાત કરી હતી.

કેન્દ્રીય વન મંત્રી જાવડેકરે કહ્યું હતું કે, આરોપીઓને સજા મળશે

પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રી પ્રકાશ જાવડેકરે એક દિવસ પહેલા જ ટ્વીટ કર્યું હતું,‘કેન્દ્ર સરકારે કેરળના મલ્લાપુરમમાં હાથણીની હત્યાના કેસ ગંભીરતાથી લીધો છે. અમે તપાસ અને હત્યારાને પકડવામાં કોઈ કસર બાકી નહીં મુકીએ. ફટાકડા ખવડાવવા અને મારવું ભારતી સંસ્કૃતિ નથી.’મંત્રીએ હાથણીના મોત અંગે રિપોર્ટ પણ માંગ્યો હતો અને કહ્યું હતું કે આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.

બે ખાનગી સંગઠનોએ આરોપીઓની ઓળખ કરવા પર ઈનામ રાખ્યું 
હાથણીના હત્યારાઓની ખબર આપવા માટે બે ખાનગી સંગઠનોએ દોઢ લાખ રૂપિયાનું ઈનામ રાખ્યું છે. વાઈલ્ડ લાઈફ SOS એનજીઓએ ગુનાખોરોની શોધ કરનારાને 1 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. આ સૂચના મોબાઈલ નંબર  9971699727 અથવા ઈમેલ [email protected] પર આપી શકાશે. સાથે જ હ્યૂમન સોસાયટી ઈન્ટરનેશનલ સંસ્થાએ આરોપીઓની માહિતી આપવા અંગે 50 હજાર રૂપિયાનું ઈનામ રાખ્યું છે. આ માહિતી વોટ્સએપ નંબર 7674922044  આપી શકાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here