Thursday, April 25, 2024
Homeક્રાઇમ : કોરોનાવાઈરસની નકલી દવા વેચનાર ‘આયર્નમેન 2’ના એક્ટરની ધરપકડ, FBIએ સ્ટિંગ...
Array

ક્રાઇમ : કોરોનાવાઈરસની નકલી દવા વેચનાર ‘આયર્નમેન 2’ના એક્ટરની ધરપકડ, FBIએ સ્ટિંગ ઓપરેશન કરી પકડ્યો

- Advertisement -

એન્ટરટેનમેન્ટ ડેસ્ક: વૈશ્વિક મહામારી જાહેર થયેલા કોરોના વાઇરસ સામે સમગ્ર વિશ્વ તેમની પૂરી તાકાતથી લડી રહ્યું છે. હજુ સુધી આ રોગની કોઈ દવા કે રસી શોધી શકાઈ નથી. આ સમયમાં હોલિવૂડ એક્ટર કીથ લોરેન્સ મિડલબ્રૂક આ વાઇરસની નકલી દવા સપ્લાય કરતો પકડાયો છે. કીથ 2010માં આવેલી ‘આયર્નમેન 2’ ફિલ્મ અને 2004માં આવેલી ‘ઓન્ટુરાજ’ નામની ટીવી સિરિયલમાં દેખાયો હતો.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર આખી ઘટના એવી છે કે કીથ ‘Quantum Prevention CV Inc.’ નામની કંપની શરૂ કરીને ખોટી રીતે ઇન્વેસ્ટર્સને સામેલ કરતો હતો. તે એવો દાવો કરતો હતો કે ‘Covid 19’નો ઈલાજ તેની પાસે છે. 25 માર્ચના રોજ લોસ એન્જલસમાં FBIની ટીમે સ્ટિંગ ઓપરેશન કરીને તેની ધરપકડ કરી. FBI ટીમનો અન્ડરકવર એજન્ટ કીથને ઇન્વેસ્ટરના રૂપમાં મળ્યો અને તેને દવાના પેકેટ સાથે રંગે હાથ પકડી લીધો.

કીથ એવી માહિતી પણ ફેલાવતો હતો કે તેની આ કંપનીમાં બાસ્કેટબોલ સ્ટાર ‘મેજિક’ જ્હોન્સન પણ બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં સામેલ છે. જોકે જ્હોન્સને આ બાબતે ચોખવટ કરી દીધી છે કે તેનો કીથ અને તેની કંપની સાથે કોઈ સંબંધ નથી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular