લીંબડીમાંથી પીસ્તોલ-રિવોલ્વર-તમંચા સાથે ર શખ્સોની ધરપકડ

0
36

વઢવાણ : મ્હે. પોલીસ અધિક્ષક શ્રી મહેન્દ્ર બગડીયા એ ડી. એમ. ઢોલ પોલીસ ઇન્સ્પેકટર એલ. સી. બી. સુરેન્દ્રનગરને સુચના આપેલ હોય, જે અન્વયે શ્રી ડી. એમ. ઢોલની સીધી સુચના – માર્ગદર્શન હેઠળ એલ. સી. બી. ટીમ દ્વારા લીંબડી ટાઉનમાં સઘન પેટ્રોલીંગ હાથ ધર્યુ હતું.

જેમાં હર્ષદભાઇ કીશોરભાઇ સોલંકી જાતે અનુ. જાતી ઉ.૩ર, ધંધો મજૂરી રહે. લીંબડી સરકારી દવાખાના પાછળ મોટો વાસ રાધે ગોવિંદ પાર્ક પાસે તા. લીંબડી વાળાને ખારાવાસના નાકેથી પકડતા તેની અંગઝડતીમાંથી (૧) એક દેશી હાથ બનાવટની પીસ્તોલ કિ. રૂ. ર૦,૦૦૦ વાળી મળી આવેલ. મજકુર ઇસમની સઘન પુછપરછ કરતા પોતે છેલ્લા ત્રણેક વર્ષથી હથિયારો વેચવાનું કામ કરતો હોય, અગાઉ સુરત મુકામે પીસ્તોલ-ર તથા ગોધરા ખાતે હથિયાર-ર, તથા ભાવનગર મુકામે હથીયાર-ર, તથા નડીયાદ ખાતે હથિયાર-૧ એમ. ૭ હથિયારો દોઢ બે વર્ષ અગાઉ વેચેલ તે તમામ હથિયારો પોલીસમાં પકડાય ગયેલ છે. તેમજ તે સિવાયની બીજી બે બંદુકો પોતાના ઘરે રાખેલ હોવાનું તથા એક દેશી હાથવટનો તમંચો લીંબડી ભરવાડ વાસમાં રહેતા દેવરાજભાઇ વાલાભાઇ સોટીયાને આપેલ હોવાની કબુલાત આપતા મજકૂર ઇસમને સાથે રાખી તેના રહેણાંક મકાન તપાસ કરતા મજકુર ઇસમે તેના ઘર પાસેના વાડામાંથી જમીનમાં દાટેલ તે હથીયાર-ર કાઢી આપેલ જે (ર) એક દેશી હાથ બનાવટની પીસ્તોલ કિ. રૂ. ર૦,૦૦૦ (૩) એક દેશી હાથ બનાવટની રીવોલ્વર કિ.રૂ.૧૫,૦૦૦ વાળી કબ્જે કરવામાં આવેલ છે. તેમજ મજકુર આરોપીએ ધ્રાંગધ્રા સીટી પો.સ્ટે. સેકન્ડ ગુ.ર.નં.૩૧૬૪/૧૯ આર્મસ એકટ કલમ-૨૫(૧) (૧-બી)એ મુજબના કામે પકડાયેલ આરોપી અમરૂદીન મહેબુબ કટીયા જાતે.મીયાણા રહે.ધ્રાંગધ્રા વાળાને દેશી તમંચો આપેલ હોવાની હકીકત જણાવેલ. તેમજ (૨) દેવરાજભાઇ વાલાભાઇ સોટીયા ભરવાડ રહે.લીંબડી ભરવાડવાસ વાળાની તપાસ કરતા લીંબડી જગદીશ આશ્રમ પાસેથી મજકુર ઇસમને શોધી કાઢી તેની અંગઝડતી કરતા પેન્ટનો નેફામાંથી એક દેશી હાથ બનાવટનો તમંચો કિ.૫૦૦૦નો મળી આવેલ. જે હથિયાર બાબતે મજકુરની પુછપરછ કરતા પોતે શોખ ખાતર હર્ષદ સોલંકી રહે.લીંબડી વાળા પાસેથી ખરીદેલ હોવાની કબુલાત આપતા મજકુર બંને આરોપીઓ વિરૂધ્ધ હથિયાર ધારા મુજબ લીંબડી પોલીસ સ્ટેશન ખાતે અલગ અલગ ગુન્હાઓ રજી કરાવવા તજવીજ કરવામાં આવેલ છે. તેમજ મજકુર આરોપી પાસેથી કબ્જે કરેલ હથીયારો કયાથી મેળવેલ? બીજા કોને કોને હથિયારો આપેલ છે. અન્ય કોણ કોણ ઇસમો સંડોવાયેલ છે. વિગેરે બાબતે ઉડાણપુર્વક પુછપરછ ચાલુ છે.

આરોપી હર્ષદ કિશોરભાઇ સોલંકીનો ગુન્હાહીત પુર્વઇતિહાસઃ- મજકુર આરોપી અગાઉ ધ્રાંગધ્રા સીટી પો.સ્ટે.મા સને-૨૦૧૩મા ખુન કેશમાં, સને-૨૦૧૮મા નડીયાદ પો.સ્ટે.માં હથિયારધારાના કેશમાં તથા સને-૨૦૧૮માં હાલોલ પો.સ્ટે.માં ઘાડ, હથીયારધારાના કેશમા પકડાયેલ છે.

રેડીંગ પાર્ટીઃ- એલ.સી.બી પો.ઇન્સ, ડી.એમ.ઢેલના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.ટીમ સુરેન્દ્રનગરના પો.સબ.ઇન્સ.શ્રી વી.આર.જાડેજા તથા એ.એસ.આઇ. વાજસુરભા લાભુભા તથા નરેન્દ્રસિંહ દિલાવરસિંહ તથા પો.હેડ.કોન્સ,હીતેષભાઇ જેસીંગભાઇ તથા જુવાનસિંહ મનુભા તથા અમરકુમાર કનુભા તથા રૂતુરાજસિંહ નારસંગભા તથા પો.કોન્સ.જયેન્દ્રસિંહ જેઠીભા તથા દીલીપભાઇ ભુપતભાઇ તથા અશ્વિનભાઇ કારણભાઇ તથા ચમનભાઇ જેરામભાઇ તથા ગોવિંદભાઇ આલાભાઇ એ રીતેની ટીમ દ્વારા ગે.કા. હથિયાર નંગ-૪ શોધી કાઢેલ છે