હિંમતનગર : પાવાપુરી જૈન મંદિર સેક્સ કાંડમાં સંકળાયેલા બંન્ને જૈન સાધુઓની ધરપકડ.

0
0

હિંમતનગર. સંયમનો માર્ગ સિખવતા ઇડરના જૈન સાધુઓએ અનુયાયી મહિલા ઉપર જ મંદિર પરિસરમાં કામલીલા આચરતાં જૈન સમાજમાં આક્રોશ ભભૂકી ઊઠ્યો હતો. ત્યારે આજે પોલીસે બંન્ને સાધુઓની ધરપકડ કરી લીધી છે. ધરપકડ બાદ ઈડર જૈન સમાજના ટોળાં ઈડર પોલીસ સ્ટેશનમાં ઉમટી પડ્યા હતા અને બંન્ને સાધુઓને સંસારી વસ્ત્રો ધારણ કરાવા માંગ કરી હતી.

ધરપકડ માટે જૈન સમાજના અગ્રણીઓએ આવેદનપત્ર આવ્યું હતું

છેલ્લાં 4 દિવસથી ફરિયાદ નોંધાયા છતાં પોલીસ દ્વારા સાધુઓની ધરપકડ ના કરાતાં ગત રોજ જૈન સમાજના અગ્રણીઓએ ઈડર પ્રાંત અધિકારીને આવેદનપત્ર  આપવામાં આવ્યું હતું. જેથી સમગ્ર પંથકમાં સાધુઓ વિરુદ્ધ ફાટી નીકળેલા આક્રોશના કારણે આજે ઈડર પોલીસે બંન્ને સાધુઓની ધરપકડ કરી હતી. નોંધનીય છેકે,  પોલીસના જણાવ્યા મુજબ, બંને મહારાજોની અટકાયત થઇ શકે તેટલા પર્યાપ્ત પુરાવા હાલમાં નથી. જે મહિલાનો ફરિયાદમાં ઉલ્લેખ છે તેણે ફેરવી તોળતાં પોલીસે પુરાવા એકત્ર કરવા નવેસરથી તપાસ શરૂ કરી છે. હવે તબીબ દ્વારા ફરિયાદના સમર્થનમાં કેવા પુરાવા રજૂ થાય છે તેની પર સૌ કોઇની મીટ મંડાઇ છે.

સાધુઓના વ્યભિચારના વીડિયોએ જૈન સમુદાયને શર્મસાર કર્યો

કલ્યાણ સાગર અને રાજતિલક સાગરના વ્યભિચારના વીડિયોએ જૈન સમુદાયને શર્મસાર કર્યો છે. 6 મહિના સુધી ફરિયાદ નહીં નોંધાય અને સમુદાયને નીચાજોણું ન થાય તે માટે અનેક મહારાજો અને મોટા માથા મેદાને પડ્યા હતા. શ્વેત વસ્ત્રધારીઓની કૂકર્મલીલા ખુલ્લી પડી ગયા બાદ પણ જૈન સમુદાયમાં ખચકાટ અનુભવાઇ રહ્યો છે. જેની સાથે વ્યભિચાર થયો છે તે મહિલા અને તેના પતિને સમજાવવા થઇ રહેલી વાતચીતમાં પણ એક મહારાજ ખોટા માણસોને બચાવી રહ્યાની કબૂલાત કરે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here