સુરત : આધારવિહીન ઓડિયો ક્લિપ વાયરલ કરનાર બે લોકોની ધરપકડ

0
10

“70-80 લાશ જોઈ હતી..” ઓડિયો ક્લિપ વાયરલ કરનાર 108ના ડ્રાઇવર સહિત બેની ધરપકડ

સુરતમાં 70થી 80 મૃતદેહ જોયાનો ઓડિયો વાયરલ થવાના મામલે ક્રાઇમ બ્રાન્ચે ગુન્હો દાખલ કરી બે આરોપીની ધરપકડ કરી છે. એક આરોપી 108 ઇમરજન્સી સેવામાંથી ગેરવર્તનના કારણે છૂટો કરી દેવાયો છે જ્યારે ઓડિયો ક્લીપ રેકોર્ડ કરનાર શખ્સની પણ ધરપકડ કરવામાં આવી છે. બંને આરોપી સૌરાષ્ટ્રના ભેસાણના રહેવાસી છે. ક્રાઇમ બ્રાન્ચે લોકોમાં ભય ફેલાય તેવી વાત ફેલાવવાના ગુના હેઠળ બંનેની ધરપકડ કરી છે.

બે દિવસ અગાઉ ક્રાઇમ બ્રાન્ચને એક ઓડિયો કલીપ મળી હતી. 8 મિનિટ અને 19 સેકન્ડની આ ઓડિયો ક્લિપમાં 108 એમ્બ્યુલન્સના ડ્રાઇવર રમેશભાઈ તેમના પરિચિત ચંદુભાઈ સાથે વાત કરે છે. જેમાં સુરતમાં કોરોનાની સ્થિતી કાબૂ બહારની થઇ ગઈ છે અને રોજ 70 થી 80 મોતની સામે સરકાર 3 થી 4 મોત જ બતાવે છે તેમ કહી બચવું હોય તો વતન ચાલ્યા જવાની સલાહ આપે છે.

હૉસ્પિટલોમાં બેડ ખાલી નથી તેથી દિવાળી સુધી વતનમાં જ રહેવામાં ભલાઈ છે તેવું રમેશભાઈ જણાવી રહ્યા છે. આ ઉપરાંત તેઓ એવું પણ કહી રહ્યા છે કે એકતા ટ્રસ્ટવાળા રોડ ઉપર મંડપ બાંધી લાશો મૂકે છે. હું બીતો નથી પણ બે ત્રણ દિવસમાં લાશો જોઈ ગભરાઈ ગયો છું. દારૂ પીવું છું એટલે જોઈ શકું છું તેવું પણ રમેશભાઈ ઓડિયો ક્લીપમાં કહેતા સંભળાય છે.

વાયરલ ઓડિયો ક્લિપમાં કોરોનાથી થતી મોતોને લઇ બે વ્યક્તિઓ વાત કરતા હતા. જેમાં સુરતની સિવિલ હોસ્પિટલમાં થતી મોતોના આંકડાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. ક્લિપ મુજબ સિવિલ હોસ્પિટલમાં 70થી 80 લાશો પડી છે. આ વીડિયો ક્લિપ વાયુવેગે સોશિયલ મીડિયામાં વાયરલ થતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. ત્યારે સુરત ક્રાઈમ બ્રાંચે સુરતના 108 એમ્બ્યુલન્સના ડ્રાઈવર સામે ગુનોં દાખલ કરી તપાસ હાથ ધરી હતી.

હાલ આ મામલે ક્રાઇમ બ્રાન્ચે બે આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

સુરતમાં બેકાબૂ કારોના

સુરતમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. અમદાવાદ બાદ સૌથી વધુ સુરતમાં કેસ નોંધાઇ રહ્યા છે. આજે સુરતમાં 291 નવા કોરોનાના કેસ નોંધાયા છે. જેમાં સુરત કોર્પોરેશનમાં 221 અને સુરત જિલ્લામાં 70 કેસ નોંધાયા છે. આ સાથે સુરતમાં કોરોનાનો કુલ આંકડો 8,406 પર પહોંચ્યો છે. સુરતમાં આજે 247 દર્દીઓ સ્વસ્થ થયા છે. જેથી કુલ સ્વસ્થ થયેલા દર્દીનો આંકડો 5,315 પર પહોંચ્યો છે. તો આજે સુરતમાં 5 દર્દીઓના મોત થયા છે. આ સાથે સુરતમાં અત્યાર સુધીમાં 225 દર્દીના મૃત્યુ થયા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here