Wednesday, September 22, 2021
Homeભાઇની હત્યામાં થઇ ધરપકડ : માથુ જંગલમાં ફેંકી દઇને લાશના ટુકડે ટુકડા...
Array

ભાઇની હત્યામાં થઇ ધરપકડ : માથુ જંગલમાં ફેંકી દઇને લાશના ટુકડે ટુકડા કરી દીધા હતા

મુંબઇઃ મનોરંજન જગતની એક ચોંકવનારી ખબર સામે આવી છે. કન્નડ એક્ટ્રેસ શનાયા કાટવેને પોતાના જ ભાઇની હત્યાના આરોપમાં હુબલી પોલીસે ધરપકડ કરી છે. પોલીસને આશંકા છે કે તે પોતાના ભાઇની હત્યામાં સામેલ છે. આ હત્યામાં ચાર બીજા લોકોને પણ આરોપી બનાવવામાં આવ્યા છે. આ કેસમાં ધારવાડ જિલ્લા પોલીસે તપાસ માટે કેટલીક ટીમો બનાવી હતી.

પોલીસને મળેલી જાણકારી અનુસાર, એક્ટ્રેસ શનાયા કાટવેના ભાઇ રાકેશ કાટવેનુ કપાયેલુ માથુ દેવરાગુડીહલનાં જંગલોમાંથી મળી આવ્યુ છે, જ્યારે શરીરના બાકીના ટુકડા હુબલી રૉડ પરથી મળ્યા છે. ન્યૂ ઇન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ પ્રમાણે, ધારવાડ જિલ્લા પોલીસે ચાર બીજા સંદિગ્ધ આરોપીઓની ઓળખ જાહેર કરી છે, જેમનુ નામ નિયાજ અહેમદ કટિગાર, તૌસિફ ચન્નાપુર, અલ્તાફ મુલ્લા અને અમને ગિરાનીવાલે બતાવવામાં આવી રહ્યાં છે.

તપાસ દરમિયાન સામે આવ્યુ કે શનાયાનુ અફેર નિયાઝ અહેમદ કટિગાર સાથે ચાલી રહ્યું હતુ, જેને રાકેશ પસંદ ન હતો કરતો. આવામાં કટિગારે રાકેશને મારવાનો પ્લાન બનાવ્યો. રાકેશની હત્યા 9 એપ્રિલે તેના ઘરમાં થઇ હતી. તે દરમિયાન શનાયા પોતાની આગામી ફિલ્મના પ્રમૉશન માટે હુબલી ગઇ હતી. ત્યાં આરોપીઓએ ગળુ દબાવીને રાકેશને મારી નાંખ્યો. નિયાઝ અહેમદ અને અન્યોએ એક દિવસ બાદ લાશના ટુકડા કર્યા અને શહેરના જુદાજુદા વિસ્તારોમાં ફેંકી દીધા. આ આખા મામલામાં પોલીસનુ કહેવુ છે કે તે જલ્દી પ્રેસ કૉન્ફરન્સ કરીને માહિતી આપશે. કન્નડ એક્ટ્રેસ શનાયા કાટવેને પોતાના જ ભાઇની હત્યાના આરોપમાં હુબલી પોલીસે ધરપકડ કરી છે. પોલીસને આશંકા છે કે તે પોતાના ભાઇની હત્યામાં સામેલ છે.

એક્ટ્રેસ શનાયાની ધરપકડ કરીને ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવી છે. ફિલ્મોની વાત કરીએ તો તેને રાઘવંકા પ્રભુની નિર્દેશિત ફિલ્મ ઇદમ પ્રેમમ જીવનથી ડેબ્યૂ કર્યુ હતુ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments