ભારત સામેની T-20 શ્રેણી માટે 8 ઇંગ્લિશ ખેલાડીઓનું અમદાવાદમાં આગમન : અઠવાડિયું ક્વોરન્ટીનમાં રહેશે.

0
7

ભારત ઇંગ્લેન્ડ સામે ચાર ટેસ્ટ શ્રેણીની ત્રીજી મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે 10 વિકેટે જીત્યું હતું. મેચ બે દિવસમાં સમાપ્ત થઈ જતા પિચની ભારે ટીકા થઈ હતી. ભારત હવે અંતિમ ટેસ્ટ ડ્રો કરશે તો પણ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ક્વોલિફાય કરી લેશે. તેવામાં ચર્ચા થઈ રહી છે કે અંતિમ ટેસ્ટમાં ફ્લેટ વિકેટ જોવા મળી શકે છે. તો નોંધનીય છે કે લોકલ ફેન્સને ટેસ્ટમાં રસ રહ્યો નથી અને હવે તેઓ T-20 શ્રેણીની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

ઇંગ્લિશ ફાસ્ટ બોલર જેક બોલે પોતાના સોશિયલ મીડિયા પર આ ફોટો પોસ્ટ કર્યો.
ઇંગ્લિશ ફાસ્ટ બોલર જેક બોલે પોતાના સોશિયલ મીડિયા પર આ ફોટો પોસ્ટ કર્યો.
ટેસ્ટ નહીં, T-20માં રસ
લોકોને ટેસ્ટ મેચ કરતાં T-20માં વધુ રસ છે. ટેસ્ટ મેચ લાંબી ચાલે છે અને એમાં ફોર-સિક્સનો વરસાદ જોવા મળતો નથી. જ્યારે T-20માં દર્શકોને ત્રણ કલાકમાં માસ એન્ટરટેનમેન્ટ મળે છે. 1.32 લાખની બેઠક ક્ષમતા ધરાવતાં સ્ટેડિયમમાં 50% દર્શકોને એન્ટ્રી નક્કી છે. ત્યારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતેની પ્રથમ T-20 મેચ માટે લોકો અત્યારથી ટિકિટ વેચાણ શરૂ નથી થયું ત્યારથી સીટ બુક કરવા પ્રયાસ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 12, 14, 16, 18 અને 20 માર્ચના રોજ T-20 રમાશે.

 

8 ઇંગ્લિશ ખેલાડીઓની અમદાવાદ પહોંચ્યા

ભારત સામેની T-20 શ્રેણી માટે ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમના 8 ખેલાડીઓ અમદાવાદ આવી પહોંચ્યા છે. તેમાં જેસન રોય, સેમ બિલિંગ્સ, સેમ કરન, ટોમ કરન, લિયમ લિવિંગસ્ટોન, ડેવિડ મલાન, રિસી ટોપલે,અને જેક બોલનો સમાવેશ થાય છે. તેઓ અમદાવાદની હયાત રેજન્સીમાં જ રોકાયા છે. મહત્વનું છે કે કોરોનાને કારણે બાયોબબલમાં એન્ટર થતાં પહેલાં તેમણે 7 દિવસ ક્વોરન્ટીનમાં રહેવું પડશે. તેઓ અત્યારે હોટલના અલગ-અલગ રૂમમાં ક્વોરન્ટીનમાં છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here