Tuesday, January 14, 2025
Homeએન્ટરટેમેન્ટENTERTAINMENT: અરશદ અને મારિયાના લગ્નના 25 વર્ષ બાદ લગ્નની નોંધણી કરાવી.....

ENTERTAINMENT: અરશદ અને મારિયાના લગ્નના 25 વર્ષ બાદ લગ્નની નોંધણી કરાવી…..

- Advertisement -

અરશદ અને મારિયાના લગ્નને 25 વર્ષ થયા છે. બંનેએ 14 ફેબ્રુઆરી 1999ના રોજ વેલેન્ટાઈન ડે પર લગ્ન કર્યા હતા.બંનેએ અત્યાર સુધી પોતાના લગ્નની નોંધણી કરાવી ન હતી. જો કે હવે 25 વર્ષ બાદ આ કપલે તેમના લગ્નની નોંધણી કરાવી છે. અરશદ વારસીએ પોતાની પત્નીને વેલેન્ટાઈન ડે પર ખાસ ગિફટ આપી છે. તેમણે લગ્નના આટલા વર્ષો બાદ પોતાના લગ્નને રજીસ્ટ્રેડ કરાવ્યા છે.

મુન્નાભાઈ એમબીબીએસ,ધમાલ, ગોલમાલ જેવી ફિલ્મોમાં જોવા મળેલા અરશદ વારસીએ વર્ષ 1999માં મારિયા ગોરેટ્ટી સાથે લગ્ન કર્યા હતા.આ વર્ષે લગ્નના 25 વર્ષ પૂર્ણ થશે. વેલેન્ટાઈન પર કપલે એક-બીજાને સ્પેશિયલ ગિફટ આપશે. હાલમાં એક ઈન્ટરવ્યુમાં અરશદ વારસીએ કહ્યું કે, 25 વર્ષ સુધી લગ્નને રજીસ્ટ્રેડ કરાવ્યા ન હતા. અરશદ વારસીએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતુ કે, પોતાના લગ્નની તારીખથી નફરત છે. તેના લગ્નની તારીખ 14 ફેબ્રુઆરી છે.અરશદ વારસીના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે ડાન્સ રિયાલિટી શો ઝલક દિખલા જાને જજ કરતા જોવા મળી રહ્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular