આર્ટિકલ 370 પર શિવરાજ સિંહે કોંગ્રેસ પર સાધ્યું નિશાન, કહ્યું- જવાહરલાલ નહેરુ ‘ક્રિમિનલ’ હતા

0
42

શિવરાજે કોંગ્રેસનો ઘેરાવો કરતાં કહ્યું કે પંડિત નહેરુએ જમ્મુ કાશ્મીરમાં આર્ટિકલ 370 લાગૂ કર્યું. કોઇ એક દેશમાં બે નિશાન, બે બંધારણ અને બે પ્રધાન કેવી રીતે અસ્તિત્વમાં રહી શકે છે?

જમ્મુ કાશ્મીરથી આર્ટિકલ 370 હટાવ્યાના કેન્દ્ર સરકારના નિર્ણય પર રાજકીય તકરાર ખતમ થવાનું નામ લઇ રહી નથી. કોંગ્રેસ સતત મોદી સરકાર પર પ્રશ્ન ઊઠાવી રહી છે તો બીજેપી પણ પલટવાર કરવાનું ચુકતી નથી. હવે મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે આર્ટિકલ 370 પર કોંગ્રેસને ઘેરતા કહ્યું કે પૂર્વ પીએમ પંડિત જવાહર લાલ નહેરૂ ‘ક્રિમિનલ’ હતા.

 

ઓડિશાની રાજધાની ભુવનેશ્વરમાં મીડિયા સાથે વાતચીતમાં શિવરાજે નહેરૂને ‘ક્રિમિનલ’ કહેવાના બે કારણ જણાવ્યા.એમને કહ્યું, ‘પહેલું કારણ એ છે કે જ્યારે ભારતીય ફોજ કાશ્મીરથી પાકિસ્તાની કબાલિયોને ધકેલતા આગળ વઘી રહી હતી, તે સમયે નહેરૂએ સંઘર્ષ વિરામની જાહેરાત કરી દીધી. આ કારણે જમ્મુ કાશ્મીરનો એક તૃતિયાંશ ભાગ પાકિસ્તાનના કબજામાં રહી ગયો. જો થોડા દિવસ વધુ સંઘર્ષ વિરામની જાહેરાત ના કરતાં તો સમગ્ર કાશ્મીર ભારતનું હોત.’

ભાજપના વરિષ્ઠ નેતાએ કહ્યું કે નહેરુને ‘ક્રિમિનલ’ કહેવા પાછળ બીજું કારણ પણ મજબૂત છે. એમને જણાવ્યું કે, ‘નહેરૂએ જમ્મુ કાશ્મીરમાં આર્ટિકલ 370 લાગૂ કર્યો.’ કોઇ એક દેશમાં બે નિશાન, બે બંધારણ અને બે પ્રધાન કેવી રીતે અસ્તિત્વમાં રહી શકે છે? આ માત્ર દેશની સાથે અન્યાય નથી, પરંતુ ગુનો પણ છે.’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here