આર્ટિકલ 370 – UNSCમાં ચીને મિલાવ્યા પાક.ના સૂરમાં સૂર, ભારતે કહ્યું ત્રીજા પક્ષને કોઈ લેવાદેવા નથી

0
30

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ચીનની માંગ પર જમ્મૂ કાશ્મીર મુદ્દા પર બેઠક પૂર્ણ થઇ છે. UNSC રશિયા ભારતના પક્ષમાં ઉભુ રહ્યું. જ્યારે ચીનને પાકિસ્તાનના સૂરમાં સૂર પુરાવ્યા. તો બીજી બાજુ ભારતે આડકતરી રીતે સંભળાવ્યું કે કલમ 370 દૂર કરવી એ ભારતનો આંતિરક મુદ્દો છે અને તેમાં ત્રીજા કોઈ પક્ષને લેવાદેવા નથી.

અમે અમારી નીતિ પર હંમેશા કાયમ : UNSCમાં અકબરુદ્દીન

સંયુક્ત રાષ્ટરમાં ભારતના પ્રતિનિધ સૈયદ અકબરુદ્દીને કહ્યું કે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 દૂર કરવી એ ભારતનો આંતરિક મામલો છે. કાશ્મીર લેવામાં આવેલા નિર્ણયથી ત્રીજા કોઈ પક્ષને લેવાદેવા નથી. અકબરુદ્દીને કહ્યું કે જેહાદના નામ પર પાકિસ્તાન હિંસા ફેલાવી રહ્યું છે. તેમણે કહ્યું કે અમે અમારી નીતિ પર હંમેશાની જેમ સ્પષ્ટ અને કાયમ છીએ. જ્યારે કાશ્મીર મુદ્દા પર અકબરુદ્દીને કહ્યું કે તમામ મુદ્દાઓનો વાતચીત કરીને ઉકેલ લાવવામાં આવશે. સાથે તેમણે એમ પણ કહ્યું કે પાકિસ્તાને આતંકવાદ ફેલાવવાનું પહેલાં બંધ કરવું પડશે.

રશિયા અને ફ્રાન્સ ભારતના પક્ષમાં

રશિયાએ કાશ્મીર મુદ્દા પર માત્ર દ્વિપક્ષીય વાતચીતનું સમર્થન કર્યું છે. તો ફ્રાન્સ પણ ભારતના સમર્થનમાં ઉતર્યું હતું. UNSCની બેઠક પૂર્ણ થયા બાદ ચીની રાજદૂતે કહ્યું કે ભારતે જે બંધારણીય સંશોધન કર્યું છે કે તેથી વર્તમાન સ્થિતિમાં બદલાઇ ગઇ છે. ચીને કહ્યું, કાશ્મીરમાં સ્થિતિ ચિંતાજનક છે. ચીને કહ્યું છે કે કોઇ પક્ષ એકપક્ષીય કાર્યવાહી ન કરે. આવી એકપક્ષીય કાર્યવાહી વૈધ નથી.

જમ્મૂ કાશ્મીરમાં અનુચ્છેદ 370 હટાવ્યા બાદ પાકિસ્તાન છંછેડાયું છે. પાકિસ્તાન યૂએનએસસીમાં સતત જમ્મૂ કાશ્મીરના મુદ્દાને ઉઠાવવાની કોશિશ કરી રહ્યું છે. પાકિસ્તાન માટે હવે કાશ્મીર ગળાનું હાડકું બની ગયું છે. આંતરરાષ્ટ્રીય મંચ પર આ મુદ્દો ઉઠાવ્યો. પરંતુ તેની એક પણ દલીલ કામમાં ન આવી. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના ચીન સિવાયનો કોઇ દેશ તેને સાથ આપવા તૈયાર નથી. આ મુદ્દે માત્ર ચીન પાકિસ્તાનને સાથ આપ્યો છે.

આ પહેલીવાર છે કે સંયુક્ત રાષ્ટ્ર જેવી સંસ્થાને બંધ બારણે બેઠક કરવી પડી. જ્યારે કાશ્મીર પર યૂએનના ઇતિહાસમાં બીજીવાર બેઠક થઇ રહી છે. પહેલી બેઠક 1971ના મુદ્દા પર થઇ હતી. યૂએનએસસીમાં સભ્યોની સંખ્યા 15 છે. જેમા 5 સ્થાયિ અને 10 અસ્થાયિ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here