Wednesday, September 29, 2021
Homeઆર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ : ડીપ ફેક ટેક્નિક સાચાને ખોટું બનાવી શકે ને ખોટામાં...
Array

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ : ડીપ ફેક ટેક્નિક સાચાને ખોટું બનાવી શકે ને ખોટામાં સાચું જોડી શકે- ક્રિસ

હાલ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)થી બનાવાયેલા વીડિયો વિશ્વમાં ચર્ચાનો વિષય બન્યા. AIથી બનેલા વીડિયો સિન્થેટિક મીડિયા કે ડીપ ફેક કહેવાય છે. એવું મનાય છે કે મોટા ભાગના પોર્ન વીડિયો પણ ડીપ ફેક છે. મૂળ ફિનલેન્ડના ડીપ ફેકર ક્રિસ ઉમેના જણાવ્યાનુસાર ડીપ ફેક સાચાને ખોટું બનાવી શકે છે અને ખોટામાં સાચું જોડી શકે છે. ક્રિસ હાલ બેંગકોકમાં છે.

પ્રશ્નઃ ડીપ ફેક શું છે?
જવાબઃ AI અને મશીન લર્નિંગ ટેક્નિકની મદદથી ખોટું બોલનારના ચહેરા પર ભ્રામક તસવીર ચોંટાડી શકાય છે. કોઇ પણ વ્યક્તિનો અવાજ, ભાવ સાચા જેવા લાગે એવા બીજા ચહેરાથી બદલી શકાય છે. ક્રિસ કહે છે કે તેમણે સિંઘમના અજય દેવગણના સ્થાને કિયાનૂ રીવ્સનો ચહેરો લગાવી વીડિયો બનાવ્યો છે.

પ્રશ્નઃ ટોમ ક્રૂઝનો ફેક વીડિયો બનાવવા પાછળ તમારો શું દૃષ્ટિકોણ હતો?
જવાબઃ હું જાણું છું કે થોડાં જ વર્ષોમાં મશીન લર્નિંગ અને AI એટલા પરિપક્વ થઇ જશે કે ફોરેન્સિક સાયન્સની મદદ વિના સાચા અને ખોટાનો ભેદ પારખવો મુશ્કેલ હશે. તે માત્ર માન્યતાઓ પર નિર્ભર રહેશે. વર્તમાન દાયકાના અંત પૂર્વે 90% મીડિયા સિન્થેટિક એટલે કે ડીપ ફેક હશે. આ પડકાર અંગે ચેતવવા જ મેં આ વીડિયો બનાવ્યો. આપણે એવા જમાનામાં જીવી રહ્યા છીએ કે જ્યાં ખોટા સામે સાચાથી જ લડી શકાય તેમ છે. ડીપ ફેક સામે ડીપ ફેક જ લડી શકે.

પ્રશ્નઃ આ ટેક્નિક ખતરનાક નથી?
જવાબઃ ટેક્નિક ફાયદાકારક રહેશે કે ખતરનાક એ તો તમારા ઉપયોગનો દૃષ્ટિકોણ જ નક્કી કરશે. આગ સૌથી જૂની ટેક્નિક છે. તે રસોઇ પણ રાંધે છે અને લોકોને મારે પણ છે. ખરી સમસ્યા તો ખોટી માહિતીઓ છે. કમ્પ્યૂટર કે પ્રિન્ટ તો માત્ર માધ્યમ છે.

પ્રશ્નઃ ડીપ ફેક ટેક્નિક ફાયદાકારક કેવી રીતે બની શકે છે?
જવાબઃ આરોગ્ય, પત્રકારત્વ, ફિલ્મ ઉદ્યોગ અને શિક્ષણના ક્ષેત્રમાં ડીપ ફેક ટેક્નિક ઘણી અસરકારક સાબિત થઇ શકે છે. કોઇનો અવાજ જતો રહ્યો હોય તો ડીપ ફેકની મદદથી તે પોતાના વિચારોને અવાજ આપી શકે છે. શિક્ષણમાં અઘરા વિષયોને પણ ડીપ ફેક રોચક બનાવી શકે છે. જાહેરખબરના ક્ષેત્રમાં પણ ડીપ ફેક માટે ઘણો સ્કોપ છે. બેલ્જિયમમાં અમે એક પ્રયોગ કર્યો, જેમાં દિવંગત થઇ ચૂકેલા ફુટબોલ ટીમ મેનેજરોને વાત કરતા બતાવાયા, જે બધાને બહુ ગમ્યું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments