Tuesday, September 21, 2021
Homeકૃત્રિમ અંગ : નાક-કાન વગર જન્મેલાં બાળકોને હવે કૃત્રિમ અંગ મળશે
Array

કૃત્રિમ અંગ : નાક-કાન વગર જન્મેલાં બાળકોને હવે કૃત્રિમ અંગ મળશે

ઈંગ્લેન્ડના વૈજ્ઞાનિકોએ 3D પ્રિન્ટિંગનાં માધ્યમથી કૃત્રિમ કાન-નાક તૈયાર કર્યા છે. આ અંગો એવા બાળકો અને વયસ્કોને લગાવવામાં આવશે જેમના ચહેરા પર જન્મથી જ કાન અથવા નાક ન હોય. આ કૃત્રિમ અંગ દર્દીની કોશિકાઓથી જ તૈયાર કરવામાં આવશે.

તેને વેલ્સની સ્વાનસી યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ તૈયાર કર્યાં છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, 3D પ્રિન્ટિંગનાં માધ્યમથી કાન અને નાક સિવાય ચહેરાના અન્ય અંગ પણ ડેવલપ કરી શકાય છે. આ ટેક્નોલોજીની મદદથી ચહેરો દાઝી જાય, કેન્સર અને અન્ય ટ્રોમાને કારણે થયેલા નુક્સાનને બચાવી શકાય છે.

દર્દીની સ્ટેમ કોશિકાઓથી બને છે કૃત્રિમ અંગ
સ્વાનસી યુનિવર્સિટીએ આવા લોકોની મદદ કરવા માટે સ્કાર ફ્રી ફાઉન્ડેશનની શરૂઆત કરી. ક્લીનિકલ ટ્રાયલમાં એવા લોકો સામેલ થયા જેમને ચહેરાના કોઈ અંગને નુક્સાન થયું હોય અથવા જન્મજાત કોઈ અંગ હોય જ નહિ. આવા દર્દીઓનું કહેવું છે કે વર્તમાનમાં પ્લાસ્ટિક પ્રોસ્થેટિકનો ઉપયોગ થઈ રહ્યો છે, પરંતુ તેનાથી શરીરના અંગ મહેસૂસ કરી શકાતા નથી. તેને ધ્યાનમાં રાખી સ્કાર ફાઉન્ડેશન આવા દર્દીઓની સ્ટેમ કોશિકાઓની મદદથી કૃત્રિમ નાક અને કાન તૈયાર કરી રહ્યા છે.

3D પ્રિન્ટિંગ કાન ખાસ પ્રકારની બાયોઈંકથી તૈયાર થાય છે
3D પ્રિન્ટિંગ કાન ખાસ પ્રકારની બાયોઈંકથી તૈયાર થાય છે

દુખાવો સહન કરી કાર્ટિલેજ આપવાની જરૂર નહિ
વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, કૃત્રિમ અંગ તૈયાર કરવા માટે દર્દીના શરીરમાંથી કાર્ટિલેજ લેવામાં આવતું નથી. જેથી દુખાવો આપતી સર્જરી કરવાની જરૂર રહેતી નથી. અંગ તૈયાર કરવા માટે સ્ટેમ કોશિકાઓ લેવામાં આવે છે.

આ સ્ટેમ કોશિકાઓ અને છોડમાંથી મળતાં નેનોસેલ્યુલોઝથી બાયોઈંક તૈયાર થાય છે. આ બાયોઈંક 3D પ્રિન્ટર અને એક સોફ્ટવેરની મદદથી કૃત્રિમ અંગ બનાવે છે.

પ્રથમ 3D પ્રિન્ટેડ કાન 10 વર્ષની રાદિયા મિયાહને લગાવવામાં આવ્યો
પ્રથમ 3D પ્રિન્ટેડ કાન 10 વર્ષની રાદિયા મિયાહને લગાવવામાં આવ્યો

બાયોઈંક કેટલી સુરક્ષિત
વૈજ્ઞાનિકોનો દાવો છે કે કૃત્રિમ અંગોને તૈયાર કરવા માટે ડેવલપ કરાતી બાયોઈંક સુરક્ષિત છે. તે નોન ટોક્સિક છે અને તેની અસર રોગ પ્રતિ કારક શક્તિ પર પડતી નથી.

એક દુર્ઘટનામાં ખરાબ રીતે દાઝી ગયેલા બ્રિટિશ આર્મીથી રિટાયર્ડ ઓફિસર અને ફાઉન્ડેશનના બ્રાન્ડ એમ્બેસડર સિમોન વેસ્ટન કહે છે, નવી રીતથી કૃત્રિમ અંગોને લગાવવા અલગ છે. આ ટેક્નોલોજીમાં શરીરના અન્ય ભાગોમાંથી ચામડી લઈ તેનો ઉપયોગ કરવામાં આવતો નથી. દર્દીએ કોઈ પીડા પણ સહન કરવી પડતી નથી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments