Monday, October 18, 2021
Homeસુરત : કતારગામમાં જ્વેલર્સની ફેક્ટરીમાંથી કારીગર રૂપિયા 7.95 લાખના દાગીના લઈ ફરાર.
Array

સુરત : કતારગામમાં જ્વેલર્સની ફેક્ટરીમાંથી કારીગર રૂપિયા 7.95 લાખના દાગીના લઈ ફરાર.

શહેરના કતારગામમાં આવેલી ભાઈચંદનગર સોસાયટીમાં આવેલ જે.કે.સ્ટાર જવેલર્સ ફેકટરીમાં ફાઈલીંગ વિભાગના કારીગરે ચોરી કરી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. કારીગર ઘાટ અને ફીટીંગ કરવા માટે આપેલ ચેઈન, બંગડી અને રીયલ ડાયમંડ મળી કુલ રૂપિયા 7.95 લાખના દાગીના ચોરી કરી નાસી ગયો હતો.

આરોપી છેલ્લા પાંચ મહિનાથી ફાઈલીંગ ડીપાર્ટમેન્ટમાં કારીગર તરીકે કામ કરતો હતો

સિંગણપોર શુભ લક્ષ્મી રેસીડેન્સીમાં રહેતા મૂળ અમરેલીના 32 વર્ષીય કલ્પેશ મગનભાઈ ગજેરા કતારગામ ભાઈચંદનગર સોસાયટીમાં જે.કે. સ્ટાર જ્વેલર્સના નામથી જ્વેલરી ફેકટરી ધરાવે છે. કલ્પેશની ફેક્ટરીમાં 11 કારીગરો કામ કરે છે. જેમાં 24 વર્ષીય જાસીમ કાસીમ શેખ છેલ્લા પાંચ મહિનાથી ફાઈલીંગ ડીપાર્ટમેન્ટમાં કારીગર તરીકે કામ કરતો હતો. દરમિયાન ગઈકાલે જાસીમ શેખને સોનાનું પેન્ડલ ચેઈન જેની કિંમત રૂપિયા 123480, સોનાની બંગડી જેની કિંમત રૂપિયા 334809 અને અલગ અલગ રીયલ ડાયમંડ 10.08 કેરેટના જેની કિંમત રૂપિયા 337680 થાય છે. જે ઘાટ તેમજ ફીટીંગ કરવા માટે આવ્યા હતા.

જ્વેલર્સ ફેક્ટરી માલિક યુવકના ઘરે તપાસ અર્થે પહોંચ્યા પણ ત્યાં પણ ન હતો

જાસીમ નજર ચુકવી કેબીનમાંથી તમામ વસ્તુઓ ચોરી કરી નાસી ગયો હતો. થોડીવાર બાદ જાસીમ તેની કેબીનમાં નહી દેખાતા અને ટેબલ ઉપર માલ પણ ન હતો અને જાસીમ કયા ગયો તે અન્ય કોઈ કારીગરને પણ ખબર ન હતી. જેથી કલ્પેશભાઈ અન્ય ઈમરાન નામના કારીગર સાથે તેના ઘરે તપાસ કરવા માટે ગયા હતા ત્યાં પણ જાસીમ મળી આવ્યો ન હતો. જાસીમ તેને ઘાટ અને ફીટીંગ કરવા માટે આપેલ રૂપિયા 795969નો માલ ફેક્ટરીમાંથી ચોરી જઈ છેતરિંપડી કરી હોવાનું બહાર આવ્યું હતું. જેથી ફરિયાદ નોંધાવતા પોલીસે કલ્પેશભાઈની ફરિયાદ લઈ જાસીમ શેખ સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments